તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા ડો.બાબાસાહેબ આંબેડકર ચોકડી ખાતે "ચિની પે ચર્ચા" અંતર્ગત બેઠક યોજાઈ
મોંઘવારી બાબતે કોંગ્રેસે "ચિની પે ચર્ચા" બેઠક યોજી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ની સુચના અનુસાર તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી) ના માર્ગદર્શન હેઠળ તથા નાંદોદ તાલુકાના પ્રમુખ મુકેશભાઇ વસાવા અને રાજપીપળા શહેર પ્રમુખ રાકેશભાઈ વસાવાની આગેવાનીમાં મોંઘવારી બાબતે રાજપીપળા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોકડી ખાતે "ચિની પે ચર્ચા" અંતર્ગત બેઠક રાખવામાં આવી હતી. જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિ ના ઉપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ કે તડવી, નર્મદા જિલ્લાના ઉપ પ્રમુખ માલવ બારોટ, નાંદોદ તાલુકાના પ્રમુખ મુકેશભાઇ વસાવા, રાજપીપળા શહેર ના પ્રમુખશ્રી રાકેશભાઈ વસાવા, નર્મદા જિલ્લાના પુર્વ પ્રમુખ પ્રફુલ્લ પટેલ, નગરપાલિકાના પુર્વ પ્રમુખ મહેશભાઇ વસાવા, વાસુદેવભાઈ વસાવા તેમજ રાજપીપળા શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ આગેવાનો હાજર રહ્યા હતા.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
