તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
નર્મદા જિલ્લા ભાજપા એટલે એક પરિવાર, એકતા જ છે આપણી સૌથી મોટી તાકાત : જિલ્લા પ્રમુખે મૂકી પોસ્ટ
સોશિયલ મીડિયામાં જિલ્લા પ્રમુખ નીલ રાવએ પોસ્ટ મૂકી જણાવ્યું છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણા અનુકૂળ પરિણામ નથી આવ્યા, આ સમય સાથે મળીને આયોજન અને સમીક્ષા કરવાનો છે. આ પરિણામની જવાબદારી જિલ્લા પ્રમુખ તરીખે સંપૂર્ણ પણે હું સ્વીકારું છું જે પણ ત્રુટીઓ છે તેને સ્વીકાર કરી આગળ મેહનત કરીશું. ચૂંટણી જીતવા માટે જિલ્લા સંગઠનથી લઈને મંડલ સંગઠન દ્વારા પ્રામાણિક પણે કઠોર પરિશ્રમ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાની સંગઠન શક્તી અદ્દભુત છે, સંગઠનના તમામ કાર્યકર્તાઓ અભિનંદનને પાત્ર છે જેઓએ નિ : સ્વાર્થ ભાવે ઘડિયાળના કાંટા જોયા વિના તન-મનથી સેવા આપી છે. આપણા વડીલો દ્વારા આપણને જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે એક શીખ સમાન છે, જે કંઈ પણ ક્ષતિ રહી ગઈ છે તે સુધારીને નર્મદા ભાજપા પરિવાર એક રહીને મહેનત કરશે. વડીલો દ્વારા જે શિખામણ આપવામાં આવી છે તે કોઈ ટીકા નથી તે માર્ગદર્શન છે, આશીર્વાદ સમાન છે, ભાજપના સંસ્કાર છે કે ભાજપાપરિવારમાં વડીલોનું માન સર્વોચ્ય છે. ભાજપા એક શિસ્તબદ્ધ પાર્ટી છે, મિડીયા કે સોશીયલ મીડીયા મારફતે કોઈ ખોટો મેસેજ ના પહોંચે તેની કાળજી આપણે રાખવી જોઈએ. સમીક્ષામાં વડીલોનું માર્ગદર્શન મળે તે અનિવાર્ય છે જ અને મળવું જ જોઈએ.
નર્મદા જિલ્લા ભાજપા એક પરિવાર છે આપણે એક જ પરિવારના સભ્યો છીએ, આપણે સૌએ સાથે મળીને આગામી સમયમાં કામ કરવાનું છે. નર્મદાની ભૂમિ એકતાનું પ્રતિક છે જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે આપણે સૌ એક છીએ અને એક રહીશું. ચૂંટણીઓમાં જે પણ ક્ષતિ રહી છે તેને સાથે મળીને સમીક્ષા કરીશું, સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આપણા લક્ષ્ય અંત્યોદય વિકાસ માટે કાર્ય કરીશું, બુથ પ્રમુખ થી લઈને મંડલ અને જિલ્લા સુધી નર્મદા જિલ્લામાં "સેવા એજ સંગઠન" ના સૂત્ર સાથે સંગઠનને વધુ મજબૂત બનાવીશું.તેમ સોશિયલ મીડિયામાં જિલ્લા પ્રમુખ નીલ રાવ એ પોસ્ટ મૂકી જણાવ્યું છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
