તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
નર્મદા ડેમ ૯૩ ટકા ભરાતા રાજ્યમાં પાણીની અછત દૂર થશે
વરસાદ ખેંચાતા પાણીની ચિંતા વચ્ચે સારા સમાચાર

કેવડીયા કોલોની તા.૧૨: ગુજરાતમાં એક તરફ ચોમાંસુ નબળુ પડયું છે અને વરસાદ ખેંચાઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે કેટલાક ડેમોમાં ધાણીની આવક પણ ઓછી થઈ રહી છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત માટે રાહત અને આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત સારો પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને ડેમમાં પાણીનો સંચહ ૯૦ ટકાને પાર કરી ૯૩ ટકા સુધી ભરાઈ ગયો છે. જેના કારણે ચાલુ સિઝનમાં જો રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે તો પણ પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સરદાર સરોવર નર્મદા ડેમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સક્ષમ બન્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી હાલમાં ૧૩૪.૬૪ મીટર સુધી પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ જળસપાટી ૧૩૮.૬૮ મીટર છે. એટલે કે ડેમ તેની મહત્તમ સપાટીથી હવે માત્ર ૨.૦૪ મીટર જેટલો દૂર છે. ડેમમાં હાલ કુલ ૮૮૧૯.૪૦ એમસીએમ જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે અને ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૯૩.૨૩ ટકા જેટલો ભરાઈ ગયો છે.
આજે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ૬૮,૭૧૬ ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી આ પાણીની આવકને કારણે ડેમની જળસપાટીમાં વધારો થવાની સ્થિતિ યથાવત છે અને સરદાર સરોવર ડેમમાં હાલ ૯૩,૨૩ ટકા જેટલો જળસંચહ થઈ ગયો હોવાથી રાજ્ય માટે પાણીના જગ્યાની લ્લષ્ટિએ મોટી રાહત ઊભી થઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા સૌ કોઈમાં ચિતા જોવા મળી રહી છે ત્યારે સરદાર સરોવર ડેમની આ સ્થિતિ ગુજરાત માટે રાહતરૂપ બની છે. ચાલુ સિઝનમાં જો વરસાદનું પ્રમાણ ઓછું રહે તો પણ સરદાર સરોવર ડેમમાં હાલ ઉપલબ્ધ પાણીના જથ્થાને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે નર્મદા ડેમ સક્ષમ છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
