News of Sunday, 13th September 2026
નર્મદા ડેમ 93.72 ટકા ભરાયો: રાજ્યના 34 ડેમ માટે 'હાઈ એલર્ટ' :17 જળાશય છલોછલ
રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ ક્ષમતાના 65.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદ : રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 3,13,099 એમસીએફટી (93.72 ટકા) પાણીનો સંગ્રહ છે, જેમાં 50,145 ક્યુસેક આવક સામે 33,705 ક્યુસેક જાવક ચાલુ છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ ક્ષમતાના 65.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, 1 ડેમ 70 ટકાથી વધુ અને 25 ડેમ 50 ટકા થી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યના 34 ડેમ માટે 'હાઈ એલર્ટ' (જેમાં ધાતરવડી, પિગુત, ઢોલી, કેલિયા, જૂજ, લાલપરી, દોસવાડા વગેરે સામેલ છે). 11 ડેમ માટે 'એલર્ટ' અને 13 ડેમ માટે 'વોર્નિંગ' આપવામાં આવી છે
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
