તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
નર્મદા ડેમ ૬૫% ભરાયો, સપાટીમાં મોટો ઉછાળો
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે નર્મદા ડેમ ૬૫ ટકા ભરાઈને ૧૨૬.૪૩ મીટરની સપાટીએ પહોંચ્યો : અમરેલીના ખોડિયાર ડેમના ૯ અને ઉનાના રાવલ ડેમના ૬ દરવાજા ખોલાયા છે. રાજુલાના ધાતરવડી-૧ અને ૨ ડેમ ઓવરફલો થતાં વહીવટી તંત્ર દ્વારા ૫૦ થી વધુ નીચાણવાળા ગામો અને સ્થાનિક વિસ્તારોને એલર્ટ કરી નદીના પટથી દૂર રહેવા સૂચના અપાઈ

અમદાવાદ તા.૬: ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે રાજ્યની જળરાશિમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અને દક્ષિણ ગુજરાતના મહત્વના ઉકાઈ ડેમમાં પાણીની જંગી આવક નોંધાઈ રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ગીર અને અમરેલી જિલ્લામાં પણ મુશળધાર વરસાદને પગલે સ્થાનિક ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે.
નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઉપરવાસના વરસાદને કારણે સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની સપાટી ૧૨૬.૪૩ મીટર પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં ૨૪ સેન્ટીમીટરનો (24 CM) વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી અત્યારે ૫૦,૬૧૬ ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે, જેના કારણે આખો ડેમ હાલમાં ૬૫ ટકા સુધી ભરાઈ ચૂક્યો છે. આ જળરાશિ વધતા આગામી સમયમાં સિચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે.
બીજી તરફ સુરત જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક યથાવત છે. ઉકાઈ ડેમની વર્તમાન જળ સપાટી ૩૦૮.૭૬ ફૂટ પર પહોંચી છે, જે તેના નિર્ધારિત રૂલ લેવલ ૩૩૩ ફૂટ કરતાં હજુ નીચે છે. ડેમમાં હાલ ૬,૨૯૩ ક્યુસેક પાણીની આવક સામે માત્ર ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કાકરાપાર વિયરની સપાટી ૧૬૦.૬૦ ફૂટ નોંધાતા ત્યાંથી ૩,૩૦૦ ક્યુસેક પાણી ઓવરફલો થઈ રહ્યું છે
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
