તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
છોટા-ઉદેપુરના બોડેલી પાસે નર્મદા કેનાલના રેલ્વે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવતા માતા-પુત્રના કમકમાટીભર્યા મોત
જૂની બોડેલીના જૈન ફળિયામાં રહેતાં ગંજીબેન બારિયા અને તેમના 32 વર્ષીય પુત્ર પરેશભાઈ બારિયા ખેતરે ટિફિન આપવા જતા હતા ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો

છોટા-ઉદેપુરના બોડેલી પાસે આવેલા નર્મદા કેનાલના રેલ્વે બ્રિજ પરથી પસાર થઈ રહેલા માતા-પુત્ર ટ્રેનની અડફેટે આવી જતાં બંનેનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જૂની બોડેલીના જૈન ફળિયામાં રહેતાં 65 વર્ષીય ગંજીબેન બારિયા અને તેમના 32 વર્ષીય પુત્ર પરેશભાઈ બારિયા ખેતરે ટિફિન આપવા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....ટ્રેનની જોરદાર ટક્કરના કારણે માતા અને પુત્ર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દર્દનાક અકસ્માતના સમાચાર મળતા જ રેલવે પોલીસ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ પરિવારના બે સભ્યોના અચાનક અને આકસ્મિક મૃત્યુથી સમગ્ર જૈન ફળિયા તેમજ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
