<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

દિવાળીના દિવસોમાં નર્મદા માં અકસ્માતો નો સિલસિલો જારી : સાગબાર અને દેડિયાપાડા વિસ્તાર માં થયેલા બે અકસ્માતમાં બે ના મોત

દિવાળી શરૂ થતા જ દેડિયાપાડા, સાગબાર અને તિલકવાડા તાલુકામાં થયેલા અકસ્માતોમાં કુલ છ ના મોત થયા બાદ નવા વર્ષના દિવસે અકસ્માતો માં વધુ બે ના મોત થતા દિવાળી પર્વ માં કુલ આઠ ના મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :  નર્મદા જિલ્લામાં દિવાળી નો પર્વ દુખદ રહ્યો કેમ કે એક બાદ એક દરરોજ થતા અકસ્માતો માં આઠ વ્યક્તિઓ મોતને ભેટ્યા છે.
મળતી માહિતી મુજબ દિવાળી શરૂ થતા જ દેડિયાપાડા, સાગબાર અને તિલકવાડા તાલુકામાં થયેલા અકસ્માતો માં કુલ છ ના મોત થયા બાદ નવા વર્ષના દિવસે અકસ્માતો માં વધુ બે ના મોત થતા દિવાળી પર્વ માં કુલ આઠ ના મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલ બેસતા વર્ષ ના દિવસે થયેલા બે અકસ્માત માં એક છકડો રીક્ષા નંબર- GJ-26-W-0264 બેસીને કેટલાક લોકો દવા લેવા જતા હતા ત્યારે ત્યાંથી પરત પોતાના ગામે જતા હતા તે વખતે છકડો રીક્ષા ચાલક વસનજી ભગુભાઇ ગામીત રહે.આંબા ગામ તા.સોનગઢ જી.તાપી નાઓએ પોતાના કબજામાંના છકડો રીક્ષા પુરઝડપે, બેદરકારીથી હંકારી લાવી ગોડદા થી અમીયાર ગામ વચ્ચે ઢોળવાળા રસ્તા ઉપર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઈ છકડો રીક્ષાને રોડની જમણી બાજુ આવેલ ખાઇમાં પલટી ખવડાવી દેતા ફરીયાદી તથા પ્રિન્સ તેમજ મીનાબેન રતિલાલ રાઠોડ તથા દીનેશભાઇ તેજપાલ પાડવી તેમજ પોતાને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી તેમજ મરનાર રણજીતભાઇ શંકરભાઇ રાઠોડ નાઓને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી તેનું સ્થળ પર મોત નિપજાવી ગુનો કરતા સાગબાર પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા અકસ્માત માં અક્સ્માત કરનારે પોતાના કબ્જાની કાળા કલરની. ફોર વ્હીલ ગાડી નંબરGJ.16.DK.2244 પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી લાવી મરનાર નરેશભાઇ તુલસીભાઇ તડવી નાઓની સાઇન મોટર સાયકલ ન.GJ.22 S.8378 ને સામેથી એક્સીડન્ટ કરી અડફેટમાં લઇ જમણી બાજુ ગાલ ઉપર તેમજ જમણી બાજુ ખભાના ભાગે તેમજ પેટના ભાગે તથા ગુપ્તાંગના ભાગે તથા જમણા પગમાં નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી તથા સંદિપભાઈ રણજીતભાઈ તડવીનાઓને ડાબા પગે ફેકચરની ઇજાઓ કરી તેમજ શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:17 PM IST)