News of Friday, 11th September 2026
નરહરિ અમીનને ‘સાંસદ રત્ન' એવોર્ડ
રાજયસભામાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશન દ્વારા શાનદાર સન્માન

નવી દિલ્હી ખાતે પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશન દ્વારા રાજયસભાના પુર્વ સભ્ય શ્રી નરહરિ અમીનને સાંસદરત્ન ઍવોર્ડ અપાયેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ, તા., ૧૧: પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા તા.૦૯ સપ્ટેમ્બરનાં રોજ નવી દિલ્હી ખાતે ૧૬માં સાંસદરત્નએવોર્ડ્સ - ૨૦૨૬ નાં વિતરણનો કાર્યક્રમ કેન્દ્રિય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીનાં અધ્યક્ષ સ્થાને તેમજ કેન્દ્રિય રા. ક. મંત્રી શિક્ષણ અને પૂર્વોતર રીજીયન વિકાસ ડો. સુકન્તા મજુમદાર, ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ બી. આર. ગવઈ અને NCBC ના પૂર્વ ચેરમેન એવોર્ડ માટેની જ્યુરી કમિટીનાં ચેરમેન હંસરાજ જી. આહીર અને સભ્ય અને સંસદસભ્ય ભતર્ળહરિ મહતાબનાં હસ્તે અને પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશનનાં ચેરમેન શ્રીનિવાસન અને સાંસદરત્ન એવોર્ડ કમિટીનાં ચેરમેન સુ.શ્રી પ્રિયદર્શીની રાહુલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.
૧૮ મી લોકસભા વર્ષ ૨૦૨૫-૨૬ માટે બજેટસત્રના અંત સુધી સંસદમાં કરેલી શાનદાર કામગીરી, પ્રશ્નોત્તરી અને ચર્ચાઓમાં ભાગીદારીના આધારે ઉત્કળષ્ટ સંસદીય કામગીરી બદલ પૂર્વ રાજ્યસભા સાંસદ (ગુજરાત) અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામની પ્રેરણાથી પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૦ થી આ એવોર્ડ ફંક્શનની શરૂઆત કરવામાં આવી છે.
આ એવોર્ડ ફંકશનમાં પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર દેશમાંથી ૧૨ જેટલા સંસદસભ્યો અને ૪ સંસદીય સમિતિઓ અને રાષ્ટ્રીય અનુસુચિત જાતી આયોગને સાંસદ રત્નઅવોર્ડ આપવામાં આવ્યો. એવોર્ડ મેળવવા બદલ શ્રી નરહરિ અમીન (મો. ૯૮રપ૦ ૦૬૬૬૭) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (૯.ર૭)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
