<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

આધુનિક ભારતના નિર્માણની યાત્રામાં સંકલ્‍પથી સિધ્‍ધિ તરફ આગળ વધવાની નરેન્‍દ્રભાઇની કાર્યશૈલી સોૈ માટે પ્રેરણારૂપઃ રામભાઇ મોકરીયા

રાજકોટ તા.૧૭: ભારતના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ૭૬મા જન્‍મદિવસ નિમિત્તે રાજયસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ શુભેચ્‍છા પાઠવી છે. રામભાઇ મોકરીયાએ જણાવ્‍યુ કે વડનગર માત્ર નરેન્‍દ્રભાઇ મોદીની જન્‍મભૂમિ તો ખરી પરંતુ તે તેમના વિચારો અને વ્‍યક્‍તિત્‍વના ઘડતરની ભૂમિ પણ હતી. તેમનું જીવન ખૂબ સાદગી ભરેલું અને જીવનજરૂરી વસ્‍તુની જરૂરિયાત ઓછી રહેતી જેવી પરિસ્‍થિતિ હોય તે પ્રમાણે જિંદગી જીવવાનું આપણને શીખવા મળે છે.

રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું કે , ‘‘નરેન્‍દ્રભાઈ મોદીનું જીવન ‘રાષ્‍ટ્ર પ્રથમ'ના વિચારને સમર્પિત રહ્યું છે. દેશની એકતા અને અખંડિતતા, વિકાસની ગતિ, આત્‍મનિર્ભર ભારતનું સ્‍વપ્ન, ગરીબ અને વંચિત વર્ગના સશક્‍તિકરણનો સંકલ્‍પ તથા ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપવાનો સતત પ્રયાસ તેમની જાહેર જીવનની વિશિષ્ટ ઓળખ બની છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ભારતે વિકાસ, ટેકનોલોજી, ડિજિટલ પરિવર્તન, માળખાકીય સુવિધાઓ, જનકલ્‍યાણ અને વૈશ્વિક સ્‍તરે ભારતની ભૂમિકાના વિસ્‍તરણ સહિત અનેક ક્ષેત્રોમાં મહત્‍વપૂર્ણ પરિવર્તનોનો અનુભવ કર્યો છે. આધુનિક ભારતના નિર્માણની યાત્રામાં સંકલ્‍પથી સિદ્ધિ તરફ આગળ વધવાની તેમની કાર્યશૈલી લાખો યુવાનો માટે પ્રેરણાનોસ્ત્રોત બની છે.

વધુમાં તેમણે  જણાવ્‍યું હતું કે, ‘‘વડાપ્રધાનશ્રીનું વ્‍યક્‍તિત્‍વ સાદગી અને સંકલ્‍પનું અનોખું સંયોજન છે. તેમની કાર્યશૈલીમાં દૂરંદેશી વિચારસરણી સાથે જમીન સાથે જોડાયેલી સંવેદનશીલતા જોવા મળે છે. ભારતના અંતિમ પંક્‍તિમાં ઉભેલા નાગરિક સુધી વિકાસની તકો પહોંચે અને દેશનો દરેક નાગરિક રાષ્‍ટ્રની પ્રગતિમાં ભાગીદાર બને તેવો ભાવ તેમની જાહેર જીવનની કામગીરીમાં સતત પ્રતિબિંબિત થાય છે. ‘‘વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસને માત્ર જન્‍મદિવસ સાથે સાથે રાષ્‍ટ્રસેવા અને જનસેવાના સંકલ્‍પને વધુ મજબૂત કરવાનો દિવસ ગણાવતા શ્રી મોકરીયાએ દેશના યુવાનોને રાષ્‍ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.

શ્રી મોકરીયાએ ઉમેર્યું હતું કે ભારતની સંસ્‍કળતિ, પરંપરા અને આધુનિકતાનો સમન્‍વય કરીને વિશ્વ સમક્ષ એક સશક્‍ત, સમળદ્ધ અને આત્‍મવિશ્વાસથી ભરપૂર ભારતની ઓળખ ઊભી કરવાની દિશામાં વડાપ્રધાનશ્રીનું નેતળત્‍વ નોંધપાત્ર રહ્યું છે. ભારતની પ્રાચીન સંસ્‍કળતિની સુગંધને આધુનિક વિકાસની ગતિ સાથે જોડવાનો  અભિગમ દેશની નવી ઓળખને આકાર આપી રહ્યો છે. ગુજરાતની ધરતી સાથે ગાઢ રીતે જોડાયેલા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ મોડલથી લઈને દેશના સર્વાંગી વિકાસ સુધી પોતાની કાર્યશૈલીમાં ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'' જેવા સંકલ્‍પને કેન્‍દ્રસ્‍થાને રાખ્‍યો છે.

‘‘ભારત માતાના ગૌરવને વિશ્વના આકાશમાં વધુ ઊંચે લઈ જવાની યાત્રામાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને મળતી દરેક સફળતા સમગ્ર દેશની સફળતા છે.  જન્‍મદિવસના આ પાવન અવસરે હું ગુજરાતની જનતા તથા દેશના કરોડો નાગરિકો વતી તેમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળમાં જનધન યોજના દ્વારા નાણાકીય સમાવેશ, સ્‍વચ્‍છ ભારત અભિયાન, મેક ઇન ઇન્‍ડિયા, ડિજિટલ પરિવર્તન, માળખાકીય વિકાસ, આત્‍મનિર્ભર ભારત તથા મહિલા સશક્‍તિકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં અનેક મહત્‍વપૂર્ણ આયામો ધરવામાં આવી છે.

શ્રી મોકરીયાએ જણાવ્‍યું હતું કે, ‘‘યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ભારત આજે વિકાસ, ટેકનોલોજી, નવીનતા અને વૈશ્વિક સ્‍તરે પોતાની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ની ભાવનાથી દેશના સર્વાંગી વિકાસનું સ્‍વપ્ન સાકાર કરવાની દિશામાં સતત પ્રયત્‍નો થઈ રહ્યા છે.''

રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્‍યું કે મેક ઇન ઇન્‍ડિયા, સ્‍વચ્‍છ ભારત, જનધન અને આત્‍મનિર્ભર ભારત જેવી પહેલોએ વિકાસને જનભાગીદારી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે, જ્‍યારે અવકાશ, સેમિકન્‍ડક્‍ટર અને ક્‍વાન્‍ટમ ટેક્રોલોજી જેવા અદ્યતન ક્ષેત્રોમાં ભારતની ક્ષમતાઓને આગળ વધારવા પર પણ ભાર મૂકાયો છે.

આ પ્રસંગે પૂર્વ સાંસદ  રામભાઈ મોકરીયાએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને દીર્ઘાયુષ્‍ય, ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય અને અવિરત રાષ્‍ટ્રસેવા માટે શક્‍તિ મળે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને તેમના નેતળત્‍વમાં ભારત વિકાસ તથા પ્રગતિના નવા શિખરો સર કરે તેવી પ્રાર્થના કરી હતી.

(11:32 AM IST)