<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

નરેન્‍દ્રભાઈ મા અંબાના ભક્‍ત છેઃ આગામી દિવસોમાં ફરી દર્શન કરવા આવશેઃ હર્ષ સંઘવી

પીએમ મોદીના અંબાજી પ્રવાસ અંગે નાયબ મુખ્‍યમંત્રીનું નિવેદન

અંબાજી, તા.૧૩: વિશ્વ પ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે મા અંબાના દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ નરેન્‍દ્રભાઇ મોદીના અંબાજી પ્રવાસ અંગે નિવેદન આપ્‍યું હતું. તેમણે જણાવ્‍યું કે, નરેન્‍દ્રભાઇ લાભ પાંચમના પવિત્ર દિવસે અંબાજી જવાના હતા અને મા અંબાના દર્શન કરવાની તેમની ઇચ્‍છા હતી. જોકે, અંબાજીમાં મોટી સંખ્‍યામાં ભક્‍તોની ભીડને ધ્‍યાનમાં રાખીને કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્‍યો હતો. ભક્‍તોને કોઈપણ પ્રકારની અગવડતા કે મુશ્‍કેલી ન પડે તે હેતુથી પ્રધાનમંત્રી મોદીએ અત્‍યારે અંબાજી ન જવાનો નિર્ણય લીધો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું.

અંતમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ રાજ્‍યના લોકોની સુખાકારી અને કલ્‍યાણ માટે પ્રાર્થના કરી છે. આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે અને મા અંબાના દર્શન કરશે તેવી પણ તેમણે આશા વ્‍યક્‍ત કરી હતી. (

(4:07 PM IST)