<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

અંક્લેશ્વરમાં નશાકારક દવાનો કારોબાર ઝડપાયો :SOG અને નાર્કોટિક્સ વિભાગની અલગ અલગ કાર્યવાહીમાં 3.88 લાખનો મુદ્દામાલ જપ્ત

કેશવ મુનક્કા નામની 5 કિલો 180 ગ્રામ નશીલી દવાઓ જપ્ત: .24 લાખથી વધુુનાં જથ્થા સાથે દુકાનદાર ગોપાલજી શર્માની ધરપકડ

ભરૂચના અંક્લેશ્વરમાં SOG અને નાર્કોટિક્સ વિભાગે અલગ અલગ કાર્યવાહી હાથ ધરી છે. અંક્લેશ્વરમાં ફરીથી નશાકારક દવાનો કારોબાર ઝડપાયો છે . SOG એ પ્રદીપ નિશાદની અટકાયત કરી છે 2.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જીતાલી ગામનાં યોગી એસ્ટેટમાંથી દવાનો જથ્થો મળી આવ્યો હતો  કેશવ મુનક્કા નામની 5 કિલો 180 ગ્રામ નશીલી દવાઓ જપ્ત કરાઇ છે . એન્ટી નાર્કોટિક્સની રેડમાં 2 કિલો 85 ગ્રામ નશીલી દવાઓ મળી આવી હતી  1.24 લાખથી વધુુનાં જથ્થા સાથે દુકાનદાર ગોપાલજી શર્માની ધરપકડ કરાઈ છે . “તરંગ વિજયાવતી અને કેશવ મુનક્કા નામની નશાકારક દવાનો કારોબાર” બંને કેસમાં અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકે FIR નોંધી વધુ તપાસ શરુ કરાઇ છે .

(8:36 PM IST)