તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
નડિયાદ શહેરમાં છ કલાકમાં ધોધમાર 6 ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકાર
ભારે વરસાદના કારણે અંડરપાસ, રબારીવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : અનેક રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં આશરે 6 ઇંચ વરસાદ વરસતાં શહેરમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે અંડરપાસ, રબારીવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. શહેરના અનેક રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધારાસભ્યના નિવાસસ્થાન નજીક પણ કેડ સુધી પાણી ભરાઈ જતાં વરસાદ પૂર્વે તંત્ર દ્વારા કરાયેલા તૈયારીઓ અને દાવાઓની પોલ ખુલ્લી પડી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
