તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
મહાત્મા ગાંધી સાથે કામ કરનાર મુસ્લિમ સહયોગીઓ અને અનુયાયીઓઃ રાષ્ટ્રનિર્માણ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અપ્રતિમ સેનાનીઓ

૨ ઓક્ટોબર એટલે ગાંધી જયંતી. સમગ્ર દેશ જ્યારે સ્વાતંત્ર્યના ઐતિહાસિક તબક્કાઓનું સ્મરણ કરી રહ્યો છે, ત્યારે આપણી આઝાદીના ઇતિહાસના એ સુવર્ણ પળષ્ઠોનું પુનરાવલોકન અત્યંત પ્રસ્તુત અને અનિવાર્ય બને છે, જ્યાં હિન્દુ-મુસ્લિમ એકતાના અતૂટ બંધને બ્રિટિશ સલ્તનતની બુનિયાદ હચમચાવી દીધી હતી. મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના પંથે ખભેખભો મિલાવીને ચાલનારા દાદા અબ્દુલ્લાહ, ઈમામ સાહેબ અબ્દુલ કાદિર બવાઝીર, મૌલાના મઝહરૂલ હક, શેખ ગુલાબ, પીર મુહમ્મદ મુનીસ, બતક મિયાં અન્સારી, મૌલાના મોહમ્મદ અલી અને મૌલાના શૌકત અલી (અલી બંધુઓ), માતળશ્રી આબદી બાનો બેગમ (‘બી અમ્મા'), અમ્જદી બાનો બેગમ, મોહમ્મદ ઉમર સોભાની, ખિલાફતવાલે હાજી ઉસ્માન શેઠ, ડો. મુખ્તાર અહમદ અન્સારી, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, ખાન અબ્દુલ સમદ ખાન, ફરીદુલ ઝમા, જસ્ટિસ અબ્બાસ તૈયબજી, બેગમ અમીના તૈયબજી, રેહાના તૈયબજી, સકીના લુકમાની, બેગમ ખુરશીદ ખ્વાજા, બીબી અમતુસ્સલામ, બેગમ ઝોહરા અન્સારી, સુલ્તાના હયાત અન્સારી, મૌલાના હસરત મોહાની, બેગમ નિશાત-ઉન-નિસા, મૌલાના અબુલ કલામ આઝાદ અને મોહમ્મદ ગુલામ મોહિદ્દીન જેવા પ્રખર રાષ્ટ્રભક્તોના ત્યાગ, સમર્પણ અને શહાદતને રાષ્ટ્રીય સ્મળતિપટલ પર યોગ્ય સ્થાન મળે તે આપણું નૈતિક કર્તવ્ય છે.
મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક સાધારણ બેરિસ્ટરમાંથી ‘મહાત્મા' અને ‘રાષ્ટ્રપિતા' ઘડવાની સમગ્ર જીવનયાત્રામાં આ મુસ્લિમ સાથીઓનો સ્નેહ, નિઃસ્વાર્થ સમર્થન, આર્થિક ટેકો અને લોહી-પરસેવાનું બલિદાન પાયાનો પથ્થર સાબિત થયાં હતાં.
દાદા અબ્દુલ્લાહઃપ્રથમ દીવાદાંડી:લંડનથી બાર-એટ-લાપ્ર પૂર્ણ કરી પરત ફરેલા યુવાન મોહનદાસ જ્યારે મુંબઈ અને રાજકોટની અદાલતોમાં વકીલાતના ક્ષેત્રે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. પોરબંદરના વતની અને દક્ષિણ આફ્રિકાના નાતાલમાં ‘મેસર્સ દાદા અબ્દુલ્લાહ એન્ડ કંપની' પેઢી ચલાવતા અગ્રણી વેપારી શેઠ હાજી મોહમ્મદ દાદા અબ્દુલ્લાહ ઝવેરી તથા તેમના ભાગીદાર અબ્દુલ કરીમ ઝવેરીએ પોતાના કરોડોના કાનૂની દાવામાં અંગ્રેજ વકીલોને માર્ગદર્શન આપવા ૧૮૯૩માં ગાંધીજીને ડરબન બોલાવ્યા.
ડરબન બંદરે વહાણ પહોંચતાં જ દાદા અબ્દુલ્લાહ પોતે ગાંધીજીના સ્વાગત માટે પહોંચ્યા અને પોતાના નિવાસસ્થાને આદરપૂર્વક આશરો આપ્યો. ત્યાં ગોરા શાસકો દ્વારા પ્રવર્તતા અમાનવીય રંગભેદ, અન્યાયી કાયદાઓ અને ગિરમીટિયા મજૂરો સહિત તમામ ભારતીયોની વિવશતાથી તેમણે ગાંધીજીને વાકેફ કર્યા. આફ્રિકન અદાલતમાં પાઘડી ઉતારવાની ના પાડવી હોય કે સ્થાનિક વ્યવહારમાં આત્મસન્માન જાળવવું હોયラદાદા અબ્દુલ્લાહે હંમેશાં એક વડીલ અને વાલીની જેમ ગાંધીજીનું માર્ગદર્શન કર્યું, જેનો ઋણસ્વીકાર ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો'માં અત્યંત ભાવુકતાથી કર્યો છે.
૧૮૯૪માં કાનૂની કેસ સફળતાપૂર્વક પતી ગયા પછી ગાંધીજી સ્વદેશ પરત ફરવાના હતા. તે વેળાએ દાદા અબ્દુલ્લાહના નિવાસે યોજાયેલી વિદાય-સભા દરમિયાન વર્તમાનપત્રમાં છપાયેલા એ સમાચાર તરફ ધ્યાન ગયું કે નાતાલ વિધાનસભા ભારતીયોના મતાધિકાર છીનવી લેતો કાળો કાયદો (‘ઇન્ડિયન ફ્રેન્ચાઇઝ બિલ') પસાર કરવા જઈ રહી છે. દાદા અબ્દુલ્લાહ અને અન્ય સાથીઓની હૃદયસ્પર્શી વિનંતીને માન આપીને ગાંધીજીએ આફ્રિકામાં રોકાઈને પ્રજાહિતની લડત લડવાનો નિર્ણય કર્યો.
ઇબ્રાહીમખત્રી સહિતના સાથીદારો:પરિણામે ૨૨ મે ૧૮૯૪ના રોજ ‘નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ' (NIC) ની રચના થઈ. સર્વાનુમતે દાદા અબ્દુલ્લાહ તેના પ્રથમ પ્રમુખ અને ગાંધીજી માનદ મંત્રી બન્યા. આ લડાઈમાં હાજી મોહમ્મદ હાજી દાદા, અબ્દુલ કાદિર, હાજી દાદા હાજી હબીબ, મૂસા હાજી આદમ, પી. દાવજી મોહમ્મદ, પીરાન મોહમ્મદ, હુસેન મીરાન, આદમજી મિયાંખાન, મૂસા હાજી કાસિમ, મોહમ્મદ કાસિમ જીવા, દાઉદ મોહમ્મદ, હુસેન કાસિમ આમોદ તીલી, ઉમર હાજી આબા, હાજી મોહમ્મદ (પીટરમાંરિત્ઝબર્ગ) અને કમરૂદ્દીને ઉપપ્રમુખપદ સંભાળ્યું. ગુલામ હુસેન રાંદેરી, શમશુદ્દીન, જી. એ. બાસ્સા, ઇબ્રાહિમ એમ. ખત્રી, શેખ ફરીદ, વરીંદ ઇસ્માઇલ, જુસુબ અબ્દુલ કરીમ, ઇસ્માઇલ કાદિર, ઇસબ કદુઆ, મોહમ્મદ ઇસાક, મોહમ્મદ હાફેજી, ઉસ્માન અહમદ અને મોહમ્મદ તૈયબ સહિતના સાથીઓએ કાર્યકારી સમિતિમાં સામેલ થઈ સંગઠનને ગામડે-ગામડે પહોંચાડ્યું.
ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, જાહેરસેવા અને લોકજાગળતિના પ્રાથમિક પાઠ તેમણે અહીં જ શીખ્યા. દક્ષિણ આફ્રિકાના ૨૧ વર્ષના સંઘર્ષકાળ દરમિયાન હાજી ઈસા સમદ, અબ્દુલ ગની, મોહમ્મદ કાસિમ, આદમજી મિયાંખાન અને દાઉદ શેઠે આર્થિક તેમજ નૈતિક પીઠબળ પૂરું પાડ્યું. ઇતિહાસકાર પ્રોફેસર યોગેન્દ્ર યાદવના શબ્દોમાં કહીએ તો, ‘‘દાદા અબ્દુલ્લાહ સત્યાગ્રહની યાત્રામાં ગાંધીજીના પ્રથમ આશ્રયદાતા અને પિતાતુલ્ય સહાયક હતા.''
આશ્રમજીવનના ત્યાગી અને નીડર સાથી: ૧૯૧૫માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડી ભારત પરત ફર્યા, ત્યારે તેમના પગલે-પગલે ફીનિક્સ આશ્રમમાંથી ઈમામ અબ્દુલ કાદિર બવાઝીર (અવસાનઃ ૧૯૩૧) પણ પોતાના પરિવાર સાથે સ્વદેશ પાછા ફર્યા અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં કાયમી વસવાટ કર્યો. ઈમામ સાહેબના પિતા મુંબઈની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના મોઅઝ્ઝીન હતા. તેમના પૂર્વજો અરબ દેશમાંથી આવી કોંકણમાં સ્થાયી થયા હોવાથી તેઓ કોંકણી અને ગુજરાતી ઉપરાંત અરબી, ઉર્દૂ, અંગ્રેજી, ડચ અને ઝુલુ બોલીઓ પર અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા.
જોહાનિસબર્ગમાં ભાડાના કોચનો ધમધોકાર વ્યવસાય અને મસ્જિદમાં માનદ ઈમામતનો વૈભવ છોડીને તેઓ ગાંધીજી સાથે ફીનિક્સના શ્રમજીવી સેટલમેન્ટમાં જોડાયા હતા. શારીરિક રીતે અતિ નાજુક પ્રકળતિ હોવા છતાં, દરરોજ પરોઢિયે ઊંડી ખીણમાંથી ખભા પર કાવડ મૂકીને આશ્રમ માટે પાણી લાવવું અને પ્રિન્ટિંગ પ્રેસમાં ‘ઇન્ડિયન ઓપિનિયન'નું કમ્પોઝિંગ કરવું એ તેમની નિત્યસેવા બની ગઈ હતી. તેમની મલય પત્ની હાજી સાહેબા અને પુત્રીઓ ફાતિમા બેગમ તથા આમના કુરેશીએ પણ પヘમિી ઢબની સુખ-સાહ્યબી ત્યજીને આશ્રમની કઠોર સાદગી અપનાવી લીધી હતી. સંપૂર્ણ શાકાહારી આશ્રમમાં રહીને પણ ઈમામ સાહેબ પાંચ વક્તની નમાઝ અને રમઝાનના રોઝા અતૂટ શ્રદ્ધાથી પાળતા.
સાબરમતી આશ્રમમાં ગાંધીજી ઈમામ સાહેબને પોતાના સગા ભાઈ સમાન ગણતા. ૨૦ વર્ષની વયે તેમની પુત્રી ફાતિમા બેગમના લગ્ન સૈયદ હુસૈન મિયાં સાથે ૨૬ એપ્રિલ ૧૯૨૦ના રોજ યોજાયા, ત્યારે સમગ્ર નિમંત્રણ પત્રિકા મોહનદાસ કરમચંદ ગાંધીના પોતાના નામે છપાઈ હતી. તેમાં ગાંધીજીએ ગર્વભેર લખ્યું હતું કે, ‘‘ફાતિમા મારા પ્રિય ભાઈ અને આજીવન જેલ-સાથી ઈમામ સાહેબની પુત્રી છે.'' ઈમામ સાહેબના અવસાન બાદ ‘નવજીવન'માં ગાંધીજીએ લખેલો અંજલિ-લેખ તેમની અતૂટ મિત્રતા અને સમર્પણની અમર ગાથા રજૂ કરે છે.
ચંપારણ સત્યાગ્રહ:૧૯૧૭નો બિહારનો ચંપારણ સત્યાગ્રહ એ ભારતની ધરતી પર ગાંધીજીનો પ્રથમ સામૂહિક અહિંસક સંગ્રામ હતો. આ આંદોલનની વાસ્તવિક ભૂમિકા સ્થાનિક ખેડૂત આગેવાન શેખ ગુલાબ (૧૮૫૭-૧૯૨૦) અને નિર્ભીક પત્રકાર પીર મુહમ્મદ મુનીસ (૧૮૮૨-૧૯૪૯) દ્વારા રચવામાં આવી હતી. પીર મુનીસે ‘પ્રતાપ' જેવા રાષ્ટ્રીય વર્તમાનપત્રોમાં ગળીના ગોરા પ્લાન્ટરોના અત્યાચારો ખુલ્લા પાડ્યા હતા. તેમણે જ પંડિત રાજકુમાર શુક્લ સાથે મળીને ૧૯૧૬ના લખનૌ કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીને ચંપારણ પધારવા ઢંઢોળ્યા હતા.
ચંપારણ જતી વેળાએ પટના રેલવે સ્ટેશનથી શુક્લજી ગાંધીજીને વકીલ બાબુ રાજેન્દ્ર પ્રસાદના નિવાસે લઈ ગયા. રાજેન્દ્ર બાબુ બહારગામ હોવાથી તેમના રૂઢિચુસ્ત નોકરોએ ગાંધીજીને કોઈ અજાણ્યા ગ્રામીણ અસ્પળશ્ય સમજી ઘરના ઓસરીમાં જ રોકી રાખ્યા અને કૂવેથી પાણી ભરવા પર પણ મનાઈ ફરમાવી. આ અપમાનજનક ક્ષણે ગાંધીજીને પોતાના લંડનના સહાધ્યાયી બેરિસ્ટર મૌલાના મઝહરૂલ હક (૧૮૬૬-૧૯૩૦) યાદ આવ્યા. સંદેશો મળતાં જ મૌલાના સાહેબ પોતાની ગાડી લઈને દોડી આવ્યા અને ગાંધીજીને મુઝફ્ફરપુર લઈ જવાની વ્યવસ્થા કરી. બાદમાં મૌલાના હકે પોતાનો ઐતિહાસિક બંગલો ‘સદાકત આશ્રમ' રાષ્ટ્રસેવા કાજે અર્પણ કરી દીધો અને આજીવન ખાદીધારી બની રહ્યા.
ઇતિહાસની દિશા બદલનાર પ્રાણરક્ષક:ચંપારણમાં ગળીના અંગ્રેજ બાગાન-માલિક ઈરવિને ગાંધીજીની લોકપ્રિયતાથી અકળાઈને તેમને ઝેર આપી મારી નાખવાનું કાવતરું ઘડ્યું. આ દુષ્કળત્ય માટે તેણે પોતાના વિશ્વાસુ રસોઈયા બતક મિયાં અન્સારી (૧૮૬૯-૧૯૫૭) પર દબાણ કર્યું. ગાંધીજી અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ જ્યારે રાત્રિભોજને પહોંચ્યા, ત્યારે તેમને પીરસવાના દૂધના પ્યાલામાં ઝેર ભેળવી દેવા બતક મિયાંને ધમકી અને લાલચ આપવામાં આવી. પરંતુ એક ભારતીય મુસ્લિમ રસોઈયાના અંતરાત્માએ બ્રિટિશ હકૂમત સામે બગાવત કરી. બતક મિયાંએ રાત્રિભોજન સમયે ગાંધીજીના હાથમાંથી દૂધનો પ્યાલો ઢોળી નાખી ધ્રૂજતા અવાજે અંગ્રેજ પ્લાન્ટરના ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો.
આ હિંમતની ભયાનક કિંમત બતક મિયાં અને તેમના પરિવારે ચૂકવવી પડી. તેમને અમાનુષી યાતનાઓ આપવામાં આવી, તેમનું ઘર બુલડોઝરથી જમીનદોસ્ત કરાયું અને જેલમાં ધકેલી દેવાયા. ૧૯૫૦માં સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે મોતિહારી પધારેલા ડાપ્ર. રાજેન્દ્ર પ્રસાદે ભરી સભામાં બતક મિયાંને ઓળખી કાઢી તેમને ભાવભીનું આલિંગન આપ્યું અને તેમના પરિવારને જમીન ફાળવવાનો આદેશ આપ્યો. જો તે રાત્રે બતક મિયાં અન્સારીએ પોતાના જાનની પરવા કર્યા વિના આ સાહસ ન કર્યું હોત, તો કદાચ ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનનો સમગ્ર ઇતિહાસ જ અલગ હોત.
ખિલાફત અને અસહકારનું લોકજુવાળ :૧૯૨૦ના દાયકામાં ખિલાફત અને અસહકાર આંદોલનના સુવર્ણ યુગમાં મૌલાના મોહમ્મદ અલી જૌહર (૧૮૭૮-૧૯૩૧) અને મૌલાના શૌકત અલી (૧૮૭૩-૧૯૩૮)ラજેઓ સમગ્ર દેશમાં ‘અલી બંધુઓ' તરીકે વિખ્યાત બન્યાラતેમણે ગાંધીજી સાથે દેશભરમાં રેલવે પ્રવાસો કરીને લાખો જનમેદનીને સ્વરાજ્યના મંચ પર એકત્ર કરી. ગાંધીજી તેમની માતા શ્રીમતી આબદી બાનો બેગમ (‘બી અમ્મા') ને પોતાની માતા સમાન આદર આપતા અને ગર્વભેર કહેતા કે તેઓ બી અમ્માના ‘ત્રીજા પુત્ર' છે.
બી અમ્માએ તે યુગમાં રૂઢિચુસ્ત પડદા પ્રથા ફગાવીને જાહેર મંચો પરથી દેશવાસીઓને આઝાદીની લડતમાં ઝંપલાવવા હાકલ કરી. તેમણે ‘તિલક સ્વરાજ ફંડ' માટે ઘરે-ઘરે ફરીને બહેનો પાસેથી સોનું અને દાન એકત્ર કર્યું. સપ્ટેમ્બર ૧૯૨૧માં જ્યારે આંધ્રપ્રદેશના વાલ્તેર સ્ટેશને મૌલાના મોહમ્મદ અલીની ધરપકડ થઈ, ત્યારે તેમની પત્ની અમ્જદી બાનો બેગમે સહેજ પણ ડગ્યા વિના સભાસ્થળે પહોંચીને સંઘર્ષની કમાન સંભાળી લીધી. ગાંધીજીએ ૨૯ નવેમ્બર ૧૯૨૧ના ‘યંગ ઇન્ડિયા'માં ‘એક હિંમતવાન મહિલા' (A Brave Woman) શીર્ષક હેઠળ અમજદી બાનોની વીરતાને બિરદાવતો વિશેષ લેખ લખ્યો હતો. વાઇસરોયની કાઉન્સિલમાં બ્રિટિશ અધિકારી સર માલ્કમ હેલીએ આ પરિવારને ‘બ્રિટિશ સામ્રાજ્ય માટે સૌથી ખતરનાક પરિવાર' તરીકે વર્ણવ્યો હતો. ૧૯૨૪માં જ્યારે બી અમ્માનું અવસાન થયું, ત્યારે ગાંધીજી સ્વયં તેમની અંતિમ ક્ષણોમાં ઉપસ્થિત રહી સાચા પુત્રની ફરજ બજાવી હતી.
રાષ્ટ્રસેવાના ભામાશાઓ:મોહમ્મદ ઉમર સોભાની (૧૮૯૦-૧૯૨૬) મુંબઈના સુપ્રસિદ્ધ કપાસના વેપારી અને ઉદ્યોગપતિ ઉમર સોભાની કોંગ્રેસના તમામ મુંબઈ અધિવેશનો અને વિરાટ કાર્યક્રમોના કરોડરજ્જુ સમાન હતા. ગાંધીજી તેમને વહાલથી ‘સ્ટેજ મેનેજર' કહેતા. ૧૯૨૧માં જ્યારે ગાંધીજીએ ‘તિલક સ્વરાજ્ય ફંડ' માટે એક કરોડ રૂપિયા એકત્ર કરવાનો સંકલ્પ કર્યો, ત્યારે ઉમર સોભાનીએ પોતાની સહીવાળો કોરો ચેક ગાંધીજીના ચરણોમાં મૂકી દીધો હતો. દેશકાજે સર્વસ્વ હોમી દેનારા સોભાનીના અકાળ અવસાન પર ગાંધીજીએ ભારે હૈયે નોંધ્યું હતું કે દેશસેવા ખાતર તેમણે પોતાના અંગત સુખો અને વ્યવસાયનું બલિદાન આપી દીધું.
ખિલાફતવાલે હાજી ઉસ્માન શેઠ (૧૮૮૭-૧૯૩૨): બેંગલુરુના વિદેશી માલસામાનના અગ્રણી વેપારી હાજી ઉસ્માન શેઠ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ આંદોલનમાં કૂદી પડ્યા. વિદેશી કાપડના બહિષ્કાર વખતે તેમણે પોતાની દુકાનોમાં પડેલો લાખો રૂપિયાનો આયાતી માલ જાહેરમાં બાળીને હોળી કરી નાખી. તેઓ કોંગ્રેસ પક્ષની ‘કેશ બેગ' તરીકે ઓળખાતા. ગાંધીજી, નેહરુ કે આઝાદને જ્યારે પણ નાણાકીય ભીડ પડી, ત્યારે તેમણે પોતાના બંગલા, સોનું અને આખરી મૂડી પણ વેચીને આંદોલનના ફંડમાં જમા કરાવી દીધી. આજીવન ફકીરી વહોરીને પણ તેમણે રાષ્ટ્રપ્રેમનો પંથ ન છોડ્યો.
‘અન્સારી ધર્મશાળા' દિલ્હીમાં ડો. મુખ્તાર અહમદ અન્સારી (૧૮૮૦-૧૯૩૬) નું નિવાસસ્થાન ‘દાર-ઉસ-સલામ' સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે તીર્થધામ સમાન બની ગયું હતું. દેશભરમાંથી રાજકીય પરિષદો માટે દિલ્હી આવતા હજારો નાના-મોટા કાર્યકરોના ભોજન અને આવાસની વ્યવસ્થા ડાપ્ર. અન્સારી અને તેમના ધર્મપત્ની બેગમ શમશુન્નીસા અન્સારી સંભાળતાં.
ગાંધીજીએ ૨૯ માર્ચ ૧૯૩૧ના ‘નવજીવન'માં ‘અન્સારી ધર્મશાળા' શીર્ષક હેઠળ એક ઐતિહાસિક લેખ લખીને આ દંપતીના અતિથ્યભાવ અને સેવાની પ્રશંસા કરતાં લખ્યું હતું કે,‘‘મેં બેગમ અન્સારીના ચરણોમાં શ્રદ્ધાથી મસ્તક નમાવ્યું છે.'' તેમની પુત્રી બેગમ ઝોહરા અન્સારી (અવસાનઃ ૧૯૮૮) સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીના ઉર્દૂ શિક્ષિકા રહ્યા અને પોતાની વારસાગત મિલકતો રાષ્ટ્રસેવામાં સમર્પિત કરી આજીવન ભાડાના મકાનમાં સાદગીથી રહ્યા. ઉપરાંત, સેવાગ્રામમાં રહેતા બેગમ સુલ્તાના હયાત અન્સારી અખબારી અફવાઓ વખતે ગાંધીજી સમક્ષ ખુલ્લેઆમ ચર્ચા કરતા. ગાંધીજીએ જ્યારે સ્પષ્ટતા કરી કે ‘‘ઉર્દૂ કોઈ એક ચોક્કસ ધર્મની નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનની સહિયારી ગંગા-જમુની ભાષા છે'', ત્યારે સુલ્તાના બેગમના નિર્ભીક પ્રશ્નોએ તે વૈચારિક સ્પષ્ટતા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અહિંસાના ત્રિમૂર્તિઃ ‘ત્રણ ગાંધી' :ગાંધીવાદી અહિંસાના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી ઇતિહાસમાં ‘ગાંધી' ઉપનામ મેળવનારા ત્રણ મહાન મુસ્લિમ સપૂતોઃ
ખાન અબ્દુલ ગફ્ફાર ખાન (‘સરહદના ગાંધી' / ફ્રન્ટિયર ગાંધી, ૧૮૯૦-૧૯૮૮): ઉત્તર-પヘમિ સરહદી પ્રાંતના જન્મજાત લડાયક પઠાણોને અહિંસાના શષાથી સજ્જ કરી તેમણે ૧૯૨૯માં ‘ખુદા-એ-ખિદમતગાર' (લાલ કુર્તી આંદોલન) ની સ્થાપના કરી. ૨૩ એપ્રિલ ૧૯૩૦ના રોજ પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં અંગ્રેજ સેનાએ અંધાધૂંધ ગોળીબાર કરી સેંકડો નિઃશષા પઠાણોને શહીદ કરી દીધા, છતાં એક પણ પઠાણે વળતો પથ્થર પણ ન ફેંકયો. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે, ‘‘અહિંસા કાયરોનું કામ નથી; પઠાણોએ દુનિયાને બતાવી આપ્યું કે સાચી વીરતા અહિંસામાં જ સમાયેલી છે.''
ખાન અબ્દુલ સમદ ખાન (‘બલુચી ગાંધી', ૧૯૦૭-૧૯૮૩):બલુચિસ્તાનની ધરતી પર અહિંસક રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો અને જીવનનો મોટો હિસ્સો કારાગારમાં વિતાવીને પણ ગાંધીવાદી મૂલ્યોને કયારેય ત્યજ્યા નહીં.
ફરીદુલ ઝમા (‘વિશાખા ગાંધી', ૧૯૦૭-૧૯૭૩):આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અહિંસક ચળવળનું નેતળત્વ કર્યું, ગાંધીજી સાથે જેલવાસ ભોગવ્યો અને પાછળથી પોતાની તમામ સંપત્તિ ગરીબો માટે નિઃશુલ્ક પુસ્તકાલયો સ્થાપવામાં વાપરી નાખી, જેના કારણે જનતા તેમને પ્રેમથી ‘વિશાખા ગાંધી' તરીકે બિરદાવતી.
રાષ્ટ્રપ્રેમની અવિરત ત્રણ પેઢીઓ :મુંબઈ અને ગુજરાતના સુશિક્ષિત તૈયબજી પરિવારે ત્રણ-ત્રણ પેઢીઓ સુધી સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું:જસ્ટિસ અબ્બાસ તૈયબજી (૧૮૫૪-૧૯૩૬): વડોદરા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ. જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ સમિતિમાં ગાંધીજી સાથે જોડાયા બાદ તેમણે સરકારી હોદ્દા અને વૈભવી પોશાકનો ત્યાગ કરી ખાદી અપનાવી. ૮૦ વર્ષની જૈફ વયે તેઓ બળદગાડામાં ફરી-ફરીને ગામેગામ ખાદી વેચતા. ૧૯૩૦માં દાંડી કૂચ બાદ જ્યારે ધરાસણા સત્યાગ્રહ પૂર્વે ગાંધીજીની ધરપકડ થઈ, ત્યારે બાપુના આદેશથી સત્યાગ્રહનું સેનાપતિપદ અબ્બાસ તૈયબજીએ સંભાળ્યું હતું. ગાંધીજી તેમને આદરપૂર્વક ‘ગુજરાતી ડાયમંડ' (ગુજરાતનો હીરો) કહીને નવાજતા.
બેગમ અમીના તૈયબજી (૧૮૬૬-૧૯૪૨): અબ્બાસ સાહેબના જીવનસંગિની. તેમણે ગુજરાત મહિલા કોંગ્રેસનું સુકાન સંભાળીને દારૂબંધી તથા વિદેશી કાપડના બહિષ્કાર આંદોલનમાં હજારો બહેનોને રસ્તા પર લાવી નેતળત્વ પૂરું પાડ્યું.
બેગમ રેહાના તૈયબજી (૧૯૦૦-૧૯૭૫): અબ્બાસ સાહેબના સુપુત્રી.સેવાગ્રામ આશ્રમમાં તેઓ ગાંધીજીના ઉર્દૂ ‘ઉસ્તાદ બી સાહેબા' બન્યા. ગાંધીજી તેમને વત્સલભાવે ‘રેહાના બેટી' કહેતા. રેહાનાજીના સ્વરમાં સૂફી કલામ અને મીરાંબાઈનાં ભજનો સાંભળ્યા વિના બાપુની સાંધ્ય પ્રાર્થના અધૂરી ગણાતી.
સકીના લુકમાનીઃ જસ્ટિસ બદરુદ્દીન તૈયબજીના પુત્રી. તેમણે વળદ્ધાવસ્થાની શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકીને વિદેશી માલના બહિષ્કારના મોરચે પોલીસ ધરપકડ વહોરી હતી.
સેવા અને સમર્પણની મૂર્તિઓ :બેગમ ખુરશીદ ખ્વાજા (૧૮૯૬-૧૯૮૧): અલીગઢના રાષ્ટ્રવાદી નેતા અને જામિયા મિલિયા ઇસ્લામિયાના સંસ્થાપક ખ્વાજા અબ્દુલ મજીદના પત્ની. તેમણે રાજવી સુખ-સાહ્યબી છોડીને ખાદીનું સામાન્ય જીવન પસંદ કર્યું હતું. જ્યારે તેમના સાથી નેતાઓ જેલમાં ગયા અને તેમના પતિ હજુ બહાર હતા, ત્યારે તેમણે ગાંધીજીને પત્ર લખીને અફસોસ વ્યક્ત કર્યો હતો કે મારા પતિ હજુ જેલમાં કેમ નથી ગયા! ગાંધીજીએ ‘નવજીવન'માં ‘એક સન્માનિત પત્ની' લેખ લખીને આ અદભુત દેશદાઝને સલામ કરી હતી.
બીબી અમતુસ્સલામ (૧૯૦૭-૧૯૮૫): પટિયાલાના નબીરા પરિવારની આ દીકરી ૧૯૩૧માં સાબરમતી અને સેવાગ્રામ આશ્રમમાં જોડાઈ. ગાંધીજી તેમને પોતાની ‘માનસપુત્રી' ગણતા. ૧૯૪૦માં સિંધમાં ફાટી નીકળેલા રમખાણો હોય કે ૧૯૪૬-૪૭માં નૌઆખલીમાં થયેલો માનવસંહારラગાંધીજીના શાંતિદૂત બનીને અમતુસ્સલામે ભૂખહડતાળ અને સત્યાગ્રહ દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકીને કોમી એકતા પુનઃસ્થાપિત કરી હતી.
વૈચારિક સહયાત્રીઓ અને ક્રાંતિવીરો: મૌલાના હસરત મોહાની (૧૮૭૮-૧૯૫૧) અને બેગમ નિશાત-ઉન-નિસાઃ ‘ઇન્કિલાબ ઝિંદાબાદ' નો વિશ્વવિખ્યાત નારો આપનાર મૌલાના મોહાનીએ ૧૯૨૧ના અમદાવાદ અધિવેશનમાં ગાંધીજીના મર્યાદિત ‘સ્વરાજ્ય'ના ખ્યાલ સામે સૌપ્રથમ વખત ‘સંપૂર્ણ આઝાદી' (પૂર્ણ સ્વરાજ) નો ઐતિહાસિક પ્રસ્તાવ મૂકયો હતો. તેમના પત્ની નિશાત-ઉન-નિસા બેગમે સ્વદેશી કાપડના પ્રસાર માટે ‘અલીગઢ ખિલાફત સ્ટોર્સ' સ્થાપીને વ્યવહારુ દેશસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મૌલાના અબુલ કલામ આઝાદ (૧૮૮૮-૧૯૫૮): સશષા ક્રાંતિકારી વિચારધારામાંથી જાન્યુઆરી ૧૯૨૦માં ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ અહિંસક આંદોલનના મુખ્ય સ્તંભ બન્યા. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમણે ‘ભારત છોડો' આંદોલનની આગેવાની કરી, દેશના ભાગલાનો આખરી શ્વાસ સુધી તીવ્ર વિરોધ કર્યો અને સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે ત્ત્વ્, શ્ઞ્ઘ્ અને સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ સ્થાપી આધુનિક શિક્ષણની પાયાની ઈમારત ચણી.મોહમ્મદ ગુલામ મોહિદ્દીન (વિજયવાડા):ગાંધીજીના અસહકાર આંદોલનની હાકલ થતાં જ આંધ્રપ્રદેશમાં ફર્સ્ટ ક્લાસ ઓનરરી મેજિસ્ટ્રેટ પદેથી રાજીનામું આપનાર અગ્રણી દેશભક્ત. ૧૯૨૧ના વિજયવાડા કોંગ્રેસ અધિવેશન માટે તેમણે પોતાની મિલકતો દેશસેવામાં હોમી દીધી. જ્યારે કોઈએ કહ્યું કે તેમણે કોંગ્રેસ પર ઉપકાર કર્યો છે, ત્યારે તેમણે વિનમ્રતાથી કહ્યું‘આ ધન કોંગ્રેસ માટે નહીં, મારા વતન માટે ખર્ચાયું છે.' ગાંધીજી જ્યારે પણ કોઈ આંધ્રવાસીને મળતા ત્યારે તોહપૂર્વક પૂછતાઃ ‘‘મારા મોહિદ્દીન સાહેબ કેમ છે?''
આ તમામ મહાનુભાવો માત્ર આઝાદીના લડવૈયા જ નહોતા, પરંતુ ભારતની સાચી ગંગા-જમુની સંસ્કળતિ, પરસ્પર ભાઈચારો અને સદ્વાવનાના જીવંત પ્રતીકો હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને સમાનતાના આદર્શો માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા આ મુસ્લિમ દેશભક્તોનો ઐતિહાસિક વારસો દેશના ગૌરવશાળી ભૂતકાળનો અભિન્ન અંગ છે.
(મૂળ લેખકઃ સૈયદ નસીર અહમદ પુસ્તકા ‘મહાત્મા ગાંધી મુસ્લિમ એસોસિએટ્સ - ફોલોવર્સ' ગુજરાતી રૂપાંતરણઃ હિદાયત પરમાર)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
