તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
૨૬ વર્ષથી વોન્ટેડ મર્ડરના આરોપીને સુરત પીસીબીએ વિશેષ ઓપરેશનમાં મહારાષ્ટ્રમાંથી દબોચી લીધો...
સીપી વાંબાગ જમીરના માર્ગદર્શનમાં પીસીબી PI આર. એસ. સુવેરા ટીમ ગુજરાતમાં નવો ઇતિહાસ રચવા જઇ રહેલ છે

રાજકોટ, તા.૨૬: પોલીસ કમિશનર વાબાંગ જામીર સુરત શહેર નાઓએ સુરત શહેર તેમજ અન્ય જિલ્લામાં ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના અન્વયે પી.સી.બી.ના PI આર.એસ.સુવેરા નાઓએ સુરત શહેર તથા અન્ય જિલ્લાઓના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર, ચીટીંગ જેવા ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવેલ જેમાં ઘણા સમયથી નાસતા-ફરતા આરોપીઓને અલગ તારવી તેવા આરોપીઓના મૂળ વતનના સરનામે તેમજ તેઓના સગા સંબંધીઓ બાબતે તપાસ હાથ ધરી સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવેલ જે માહિતીને આધારે આવા આરોપીઓને ઝડપી પાડવા પી.સી.બી.ના માણસોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ છે. ટીમો દ્વારા આ વોન્ટેડ આરોપીઓ બાબતે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ દ્વારા તપાસ હાથ ધરી નીચે મુજબની કામગીરી કરેલ છે. ઉપરોક્ત સૂચના અન્વયે પો.સબ.ઇન્સ. એસ.આર.પટેલ તથા પી.સી.બી.ના માણસો નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા. દરમ્યાન પી.સી.બી.ના HC અશોકભાઈ લૂણી નાઓને હકીકત મળેલ કે, પાંડેસરા પો.સ્ટે. ગુ.ર.નં. ૫૪/૨૦૦૦ ઇ.પી.કો. કલમ - ૩૦૨ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી ઉમેશ ગોપાલ માનકર નાઓ હાલ મહારાષ્ટ્ર, નાસીક ગ્રામીણ, સાંઈખેડા, ગંગાનગર ખાતે રહે છે. જે અંગે PI આર.એસ.સુવેરા નાઓએ મજકુર આરોપી બાબતે ખાત્રી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ જેથી ઉપરી અધિકારી નાઓની લેખિત મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક ASI દિલીપસિંહ કેસરીસિંહ તથા HC અશોકભાઈ લૂણી નાઓની ટીમ બનાવી રવાના કરવામાં આવેલ જે ટીમ દ્વારા આરોપી ઉમેશ ગોપાલ માનકર ઉ.વ.૫૨ રહે હાલ. લાલાભાઇના ઇંટના ભઠ્ઠામાં, ગંગાનગર, સાંઈખેડા, નાસીક ગ્રામીણ મહારાષ્ટ્ર મૂળ નિમરાણી કસરાવદ પોસ્ટ. બલહવાડા, જી. ખરગોન, મધ્યપ્રદેશ વાળાને દબોચી લેવામાં પી.સી.બી.ને સફળતા મળેલ છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
