તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 17th July 2026
વડોદરાના ડભોઇમાં પોલીસ પર જીવલેણ હુમલો કરનાર આરોપી સિકંદર ગરાસિયાના મકાન પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું
આરોપી હાલ પાસા હેઠળ જેલમાં:સુરજ ફળિયામાં કાર્યવાહી દરમિયાન પોલીસ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાંથી આજે એક અત્યંત કડક કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો પૂર્વે ડભોઇ વિસ્તારમાં ફરજ પરના પોલીસ જવાનો પર સિકંદર ગરાસિયાએ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે હવે તેના ઘર પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી આરોપીમાં ખોફ પેદા થયો છે.
હાલ આ આરોપી સિકંદર ગરાસિયા પાસા (PASA) હેઠળ જેલવાસ ભોગવી રહ્યો છે. આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા તેની મિલકત સામે કાયદાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવા માટે સરકારી તંત્ર દ્વારા આ પ્રકારના આકરા પગલાં લેવામાં આવ્યા છે.
સુરજ ફળિયામાં આવેલ સિકંદર ગરાસિયાના મકાન પર ડભોઇ પાલિકા દ્વારા બુલડોઝર ચલાવીને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી સમયે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પાલિકા અને પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.
વહીવટીતંત્રની આ કાર્યવાહીથી ગુનાખોરી માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાની આ કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ પર હુમલો કરનાર કોઈ પણ વ્યક્તિ હોય, તેની સામે કાયદાનું કડક પાલન કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
