<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સુરતના નાસિરનગર ડિમોલિશનના અસરગ્રસ્તોને હવે વૈકલ્પિક વ્યવસ્થા આપવા મનપાની દોડધામ

SMC દ્વારા ખાલી આવાસોનો સર્વે કરાયો :ગોટાલાવાડીમાં 130 અલથાણ આવાસમાં 260 ઘર ખાલી હોવાનું સરવેમા સામે આવ્યું

સુરત શહેરમાં નાસિર નગર કથિત ડીમોલેશન મામલે હવે એસએમસીએ દોડધામ મચાવી દીધી છે. નાસિરનગરના વિવાદી ડિમોલિશન બાદ તંત્રને રેલો આવ્યોછે, ગુજરાત હાઈકોર્ટે આ ડિમોલીશન સામે આકરુ વલણ દાખવવાનો રૂખ અપનાવતા, સુરત મહાનગરપાલિકાએ ડિમોલીશનથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની તૈયારી શરૂ કરી છે. જેના ભાગરૂપે SMC દ્વારા ખાલી આવાસોનો સર્વે કરવામાં આવ્યો છે. ગોટાલાવાડીમાં 130 અલથાણ આવાસમાં 260 ઘર ખાલી હોવાનું સરવેમા સામે આવ્યું છે. હાઇકોર્ટના કડક વલણ બાદ કાર્યવાહી કરાઈ છે. આગામી 20મી જુલાઈએ હાઇકોર્ટમાં છે વધુ સુનાવણીથશે .

(11:46 AM IST)