<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

MP થી MD ડ્રગ્‍સ લાવી વડોદરામાં પ્રવેશે તે પહેલા જ સમીરને દબોચી લેવાયો

મકરપુરા પોલીસ અને SOGની જાગળતાથી આંતરરાજ્‍ય ડ્રગ્‍સ નેટવર્કનો પર્દાફાશ

રાજકોટ, તા.૨૩: વડોદરામાં મળેલી બાતમીના આધારે મકરપુરા પોલીસ અને SOGની ટીમે જાવુવા હાઇવે ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન યાકુતપુરાનો સમીર અમીનખાન પઠાણ શંકરસદ હાલતમાં આવતો જોવા મળતા તેની તપાસ કરતા તેની પાસેથી ૪૯ ગ્રામ ૬૯૦ મિલીગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્‍સ મળી આવ્‍યું હતું. જેની બજાર કિંમત રૂ.૧.૪૯ લાખ અને એક મોબાઇલ મળી કુલ રૂ.૧.૫૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

પૂછપરછમાં સમીરે કબૂલ્‍યું કે હાથીખાનાના લાલાભાઈ દુધવાલાએ રૂ.૫ હજાર કમિશન આપીને તેને મધ્‍યપ્રદેશના રતલામ જિલ્લાના ધાંધલા ખાતે રહેતા જુબેર પઠાણ પાસેથી એમ.ડી. લાવવા મોકલ્‍યો હતો. સમીર લક્‍ઝરી બસમાં ધાંધલા ગયો અને ડ્રગ્‍સ લઈને વડોદરા પરત ફર્યો હતો. જાવુવા ચેક પોસ્‍ટ પાસે પહોંચતા પહેલા જ પોલીસે તેને દબોચી લીધો. પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે કે આરોપીઓ શોધ ખોળ હાથ ધરવામાં આવી છે. અત્રે એ યાદ રહે કે CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા ડ્રગ્‍સ પેડલરો સામેના જંગ માટે પોલિસ સ્‍ટાફને વિશેષ તાલીમ આપી છે, યોગાનુયોગ BSF માં મહત્‍વની જવાબદારી સંભાળનારા ગુજરાતના મુખ્‍ય પોલીસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકનું મિશન ગુજરાતમાં ડ્રગ્‍સ માફિયાઓનો ખાત્‍મો બોલાવવાનું છે. તેવોની તાજેતરની વડોદરા મુલાકાતમાં સીપીની રણનીતિ જાણી પ્રસંશા વ્‍યક્‍ત કરેલ. CBI બેકગ્રાઉન્‍ડ ધરાવતા સીપી નરસિંહમા કોમારની ડ્રગ્‍સ ચેઈન તોડવાની રણનીતિ ફરી સફળ, BSFના કાર્યકાળથી ગુજરાતના DGP સુધી ડ્રગ્‍સ સિન્‍ડિકેટનો ખાત્‍મો જેનું મિશન છે તેવા જ્ઞાનેન્‍દ્રસિંહ મલિક પણે પોલીસ કમિશનરના પ્રયાસોની પ્રસંશા કરી. 

(2:14 PM IST)