તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ડેડિયાપાડા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો આપ્યા
ગોપાલ ઇટાલિયા અને નિરંજન વસાવા ચૈતર વસાવાના નામે રાજકીય રોટલા શેકે છે. ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી ચૈતર વસાવા જેલમાં જાય એવું જ ઈચ્છે છે : સાંસદ

( ભરત શાહ દ્વારા )નર્મદા :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના " હર હાથ ને કામ " 2047 વિકસિત ભારતના મુદ્દાને લઈને વિસ્તૃત ચર્ચા કરાઈ , દરેક વ્યક્તિને નાનામાં નાનો વ્યક્તિ બેરોજગાર ના રહે તે માટે દરેક વ્યક્તિને રોજગારીના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી અને આ બાબતે તમામ વ્યક્તિ દરેક નાગરિક આર્થિક રીતે પગભર થાય તે માટે ખાસ ભાર આપવામાં આવ્યો હતો, તેમજ ખાસ પ્રાથમિક શિક્ષણને લઈને પણ વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી, બાળકમાં સારા સંસ્કાર આવે એ કેવી રીતે આવે તેના માં બાપ એ તેનું ઘડતર પાયામાંથી જ સારા સંસ્કાર આપી તેને ભવિષ્યમાં સારા સંસ્કાર અને સારું શિક્ષણ લઈ સમાજમાં સફળતા મેળવી આગળ વધે તે માટેના પ્રયાસો કરવા જણાવ્યું હતું.
તમામ કર્યકરોને પણ સારા પુસ્તકોનું વાંચન તેમજ સારા પુસ્તકો માંથી સમાજ માં ખોટા વ્યસનોથી દુષણોથી સમાજ દૂર રહે અને સારા માર્ગે આગળ વધે તે માટે ની સમજ આપી હતી
વધુમાં સરકારની વિવિધ યોજનાઓ બાબતે પણ દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામ તે બાબતે માહિતગાર થાય અને દરેક વ્યક્તિ સરકારની યોજનાનો લાભ લે તે માટે કહેવામાં આવ્યું હતું, ખાસ કરીને હાલ જે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા ને જે સજા આપી છે આ કેસમાં 15 દિવસની નાની બાળકી જે જેલ માં છે તેની માતા સાથે તે બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ કોર્ટનો જે નિર્ણય છે તેને આપણે માન આપવાનું છે તેમ પણ જણાવ્યું હતું. પરંતુ કાયદો કાયદા નું કામ કરે ક્યારે પણ કાયદા વિરુદ્ધ જઈ કામ ધારાસભ્ય ચૈતર વસાવા એ નહીં કરવું જોઈએ તેમ જણાવ્યું હતું
વધુમાં જે ફોરેસ્ટ ખાતાના કર્મચારી સાથે જે ઘટના ઘટી હતી તે મુદ્દે પણ સાંસદે કહ્યું હતું કે આ બાબતે ચૈતર વસાવા એ કાયદાકીય લડત આપી વિરોધ કરવા જણાવ્યું હતું નહીં કે મારા મારી કરી અને કાયદો હાથમાં લેવો એ સાંસદે અયોગ્ય પગલું ગણ્યું હતું.
સાંસદે વધુ માં જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા અને નિરંજન વસાવા ચૈતર વસાવા ના નામે રાજકીય રોટલા શેકે છે. ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી ચૈતર વસાવા જેલ માં જાય એવું જ ઈચ્છે છે આમ આદમી પાર્ટી એના થી મોટી થશે, ચૈતર વસાવા ને આમ આદમી પાર્ટી હાથો બનાવી રહી છે. ચૈતર વસાવા ના પરિવાર અને નાની બાળકી ની આમ આદમી પાર્ટીના લોકો ને ચિંતા હોય તો કાનૂની લડત આપો નહીં કે શક્તિ પ્રદર્શન કરી આંદોલન કરી વિરોધ કરવામા નુકશાન ચૈતર વસાવા અને જેલ માં છે તેમને છે તેમ સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
