<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

નર્મદાના વરખડ ગામેથી નશાકારક પદાર્થ મળ્યાના મામલે સાંસદ મનસુખભાઇ વસાવાએ પોલીસને આડે હાથ લીધી

પોલીસની નિષ્ફળતા સામે લાલઘૂમ બનેલા મનસુખભાઈ વસાવાએ દારૂ અને નશાકારક પદાર્થના કારોબાર મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા

નર્મદા જિલ્લામાં વરખડ ગામેથી નશાકારક પદાર્થ મળ્યાના મામલે સાંસદ મનસુખભાઇ વસાવાએ પોલીસને આડે હાથ લીધી છે. પોલીસની નિષ્ફળતા સામે લાલઘૂમ બનેલા મનસુખ વસાવાએ દારૂ અને નશાકારક પદાર્થના કારોબાર મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, પોતાની રજૂઆત છતાં પોલીસે આ મામલે યોગ્ય ધ્યાન આપ્યું નહોતું. મનસુખભાઈ  વસાવાના જણાવ્યા અનુસાર, તેમણે પત્ર લખ્યા બાદ માત્ર એક સપ્તાહમાં જ દારૂનો કારોબાર વધુ ધમધમતો થયો હતો. સાંસદે પોલીસ પર કાર્યવાહી ન કરવાની અને રજૂઆતો અવગણવાની પણ ગંભીર આક્ષેપો કર્યા છે.

(9:59 PM IST)