તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદને લઈને સાંસદ મનસુખભાઈ વસાવાએ ફોરેસ્ટ વિભાગ સામે આક્ષેપો કર્યા
દાવા અરજીની પ્રક્રિયામાં ખેડૂતોને ફોરેસ્ટ વિભાગ તરફથી જરૂરી મદદ મળતી નથી અને ખેડૂતોને ધમકાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો:તેમણે કહ્યું કે મંત્રી અર્જુન મોઢવાડિયાને ત્યાંની સ્થિતિની સંપૂર્ણ જાણકારી નથી.

નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદને લઈને સાંસદ મનસુખભાઈ વસાવાએ ફોરેસ્ટ વિભાગ સામે આક્ષેપો કર્યા છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે દાવા અરજીની પ્રક્રિયામાં ખેડૂતોને ફોરેસ્ટ વિભાગ તરફથી જરૂરી મદદ મળતી નથી અને ખેડૂતોને ધમકાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો તેમણે કહ્યું કે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને ત્યાંની સ્થિતિની સંપૂર્ણ જાણકારી નથી. ફોરેસ્ટર અને DFO દ્વારા થતા કથિત જુલમના વીડિયો જોઈ લેવા તેમણે જણાવ્યું હતું.
સંસદસભ્ય મનુસુખભાઈ વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ અર્જુનભાઈનું સન્માન કરે છે અને સરકાર વિરુદ્ધ નથી, કારણ કે તેઓ પણ સરકારનો ભાગ છે. જોકે, બે ધારી નીતિ સામે વાંધો હોવાનું જણાવ્યું. સાગબારાના લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો દાવો કરી, ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તો તેમાં જોડાવાની પણ જાહેરાત કરી છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
