<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

દીકરીને ટિકિટ ના મળી એટલે નારાજ હોવાની વાતને સાંસદ મનસુખભાઇ વસાવાએ નકારી

મારી દીકરી સક્ષમ હોવા છતાં પાર્ટીના નિયમ પ્રમાણે ટિકિટ ના મળી એમાં શું છે. જેને ટિકિટ મળી એ ભાજપના ઉમેદવારને જીતાડવાના :સાંસદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં વિપક્ષ દ્વારા એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કે  સાંસદ મનસુખભાઈ  વસાવાએ તેમની દીકરી ની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ટીકીટ માંગી હતી. પરંતુ  ટિકિટ ન મળવાને કારણે તેઓ નારાજ છે. અને ચૂંટણી પ્રચાર માં આવતા નથી જેથી ભાજપ ના લોકો નારાજ છે. આ વહેતી વાતોનું સાંસદ મનસુખભાઈ  વસાવા એ જાહેર મંચ પરથી ખંડન કર્યું અને કહ્યું હું દિલ્હી હતો પાર્લામેન્ટ ચાલુ હતી. મહિલા આરક્ષણ નું મહત્વનું બિલ હતું. અને જ્યારે ભરૂચ આવ્યો નેત્રંગ માં સભા કરી..બીજું કે મારી દીકરી સક્ષમ હતી, તેમ છતાં પાર્ટીના નિયમો મુજબ ટીકીટ ન મળી તેમાં શું કેમ આજે મારી દીકરી અને હું ભાજપ ના ઉમેદવાર સાથે જ પ્રચાર કરીયે છે.  અમારા માટે પાર્ટી મહાન છે..મારા શરીરના લોહી ની છેલ્લી બુંદ માં પણ ભાજપ..ભાજપ..અને ભાજપ..જ નીકળે કહી વિપક્ષો સામે લલકાર ફેંક્યો કે મનસુખભાઈ  વસાવા મેદાનમાં જ છે...જિલ્લા તાલુકા અને પાલિકાઓ ની તમામ બેઠકો ભાજપ ની જીતશે વિપક્ષો ના સૂપડા સાફ થઈ જશે. ની વાત કરી હતી..

સાંસદ મનસુખભાઈ વસાવા એ કહ્યું કે ભાજપ એક શિસ્ત બદ્ધ પાર્ટી છે. ભાજપે મને ઘણું બધું આપ્યું છે.  એટલે ભાજપ સિવાય મારે કે મારા પરિવારને કોઈ કામગીરી ના હોય..
ચૈતર વસાવાના નજીક ના તમામ આમ આદમી ના આગેવાનો આમ આદમી પાર્ટી છોડી ને ભાજપ ની વિચારધારા સાથે જોડાયા છે. તેઓ સમજી ગયા કે ગામમાં કે તાલુકા માં વિકાસ કરવો હોય તો ભાજપ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી ભાજપ વિકાસની રાજનીતિ કરે  છે.ધારાભ્ય ચૈતર વસાવા જે પુલ પરથી ચાલીને તેના ઘરે જાય છે એ રસ્તો બ્રીજ ભાજપ ની સરકારે બનાવ્યો છે.અને સાંસદ મનસુખ વસાવાએ  રજૂઆત કરી ને.મંજૂર કરાવ્યો હતો. આજે મેડિકલ ઇજનેરી કોલેજો અને લાઇબ્રેરી સહિત મોટી શૈક્ષણિક વિકાસ, રોડ રસ્તા  પાણી અને બધી સુવિધાઓ ભાજપે આપી છે. એટલું જ નહીં 2047 માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારત બનાવશે..એમાં કોઈ બે મત નથી

(10:09 PM IST)