<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

ભરૂચમાં 23 લાખનો દારૂ પકડાયા બાદ સાંસદ મનસુખભાઈ વસાવા આક્રમક

તેમણે ભાજપ સંગઠનને અપીલ કરી છે કે બે નંબરના ધંધા ચલાવવા માટે પક્ષમાં ઘૂસી ગયેલા તમામ બુટલેગરોને તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવે.

ભરૂચમાં પોલીસ દ્વારા 23 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવતાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસની કામગીરીને બિરદાવી છે, પરંતુ સાથે જ પોતાની જ પાર્ટી ભાજપ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે દિનેશ વસાવા જેવા મોટા બુટલેગરો રેતી અને દારૂના કાળા કારોબાર બચાવવા માટે ભાજપમાં જોડાયા છે. મહારાષ્ટ્ર અને MPમાંથી નિકૃષ્ટ ગુણવત્તાનો દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હોવાનું જણાવતાં તેમણે ભાજપ સંગઠનને અપીલ કરી છે કે બે નંબરના ધંધા ચલાવવા માટે પક્ષમાં ઘૂસી ગયેલા તમામ બુટલેગરોને તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવે.

(7:04 PM IST)