<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

નર્મદાના સાગબારાના જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવા ફરી મેદાને પડ્યા: ખેડૂતોને અહિંસક લડતનું આહ્વાન

ખોપી ગામે સાંસદ મનસુખભાઈ વસાવાએ મુલાકાત લઈને જંગલ જમીનના ખેડાણના મુદ્દે ખેડૂતો સાથે બેઠક યોજી

નર્મદાના સાગબારાના જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખભાઈ  વસાવા ફરી મેદાને પડ્યા છે. તેમણે ખેડૂતોને અહિંસક લડતનું આહ્વાન કર્યુ.  નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈને જંગલ જમીનના ખેડાણના મુદ્દે ખેડૂતો સાથે બેઠક યોજી હતી. અંદાજે 10થી 12 ગામોના ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીનના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. આ મુદ્દે હવે સાંસદ મનસુખભાઈ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે.

  બેઠક દરમિયાન સાંસદે ખેડૂતોને જંગલ જમીન સંબંધિત કાયદાઓ અંગે સમજ આપી હતી. તેમણે જણાવ્યું કે વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ કે અથડામણ ન કરવી, પરંતુ મહાત્મા ગાંધીના દર્શાવેલા અહિંસાના માર્ગે રહી પોતાના હક્ક માટે શાંતિપૂર્ણ લડત ચાલુ રાખવી. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે જ્યાં સુધી જંગલ જમીનના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ ખેડૂતોની સાથે રહેશે.

(8:24 PM IST)