તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
રાજપીપળાથી ધાનપોર જતા મુખ્ય માર્ગનું વરસાદમા ધોવાણ થતા વાહન ચાલકો માટે જોખમી
નાંદોદ તાલુકાના ખેતરોમાં પણ ભારે વરસાદના કારણે પાકને નુકશાન થતા ખેડૂતો ચિંતિત

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું અને નાંદોદ તાલુકામાં દર ચોમાસાની જેમ આ વર્ષે પણ ખેડૂતોના પાકને નુકશાન થયું છે સાથે સાથે કેટલાક ગામોમાં રસ્તાનુ ધોવાણ થયું છે.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં હાલમાં પડી રહેલા ભારે વરસાદમાં ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે જેમાં રાજપીપળાથી ધાનપોર જતા મુખ્ય માર્ગનું વરસાદમા ધોવાણ થતા વાહન ચાલકો માટે જોખમી રસ્તો બન્યો છે જેમાં ગમે ત્યારે કોઇ વાહન ચાલકને અકસ્માત નડી શકે તેવી સ્થિતિ જોવા મળી છે, હજુ પણ ઓછો વત્તો વરસાદ પડી રહ્યો ત્યારે હજુ કેટલું નુકશાન થશે એનો અંદાજ લગાવી શકાય તેમ નથી ધાનપોર સહિત નાંદોદ તાલુકાના ગામોમાં ખેડૂતો ના મહામૂલા પાક ને નુકશાન જોવા મળ્યું હતું જેમાં ખાસ કરીને આ તરફ કપાસ અને કેળા ની ખેતી કરતા ખેડૂતો ચિંતિત થયા છે.
આમ તો દર વર્ષે ચોમાસા માં ખેડૂતો નો પાક બગડે છે ત્યારે અમુક જ ખેડૂતો ને વળતર મળે છે જ્યારે જે ખેડૂતો ને વળતર નથી મળતું તેમની ખેતી કરવાની હાલત બગડે છે અને કેટલાક ખેડૂતો તો દેવું કરી ને બીજા વર્ષે ખેતી કરે છે માટે નુકશાની માં દરેક ખેડૂતો ને વળતર મળે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
ધાનપોર થી રાજપીપળા આવતો જતો ધોવાયેલા માર્ગ ની તત્કાલ મરામત થાય તેવું ગ્રામજનો માંગ કરી છે નહીં તો કોઈ વાહન ચાલક ને અકસ્માત નડે તો દુર્ઘટના સર્જાય શકે તેમ લાગી રહ્યું છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
