News of Sunday, 10th May 2026
મધર્સ ડે ના દિવસે માતૃત્વ લજવાયું: પાલનપુરમાં ખેતરના સેઢે નવજાત ત્યજી દેવાઈ
ચડોતર ગામે ખેતરના સેઢા પરથી જીવિત બાળકી મળી: પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

બનાસકાંઠામાં મધર્સ ડે ના દિવસે માતૃત્વ લજવાયું છે. પાલનપુરમાં ખેતરના સેઢે નવજાત ત્યજી દેવાઈ છે. અજાણી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચડોતર ગામે ખેતરના સેઢા પરથી જીવિત બાળકી મળી આવી હતી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે. ખેતરેથી પરત ફરી રહેલ વ્યક્તિએ સેઢા પર નવજાત શિશુ જોતા પોલીસને જાણ કરી હતી. બાળકીનો જન્મ છુપાવવા માટે કોઈ અજાણી સ્ત્રીએ તેને ત્યજી દીધી હોવાનું અનુમાન છે . અજાણી મહિલા વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
