તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
વડોદરામાં રહેતા માતા અને પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી સતત 19 દિવસ સુધી ધમકાવીને 1.53 કરોડની રકમ પડાવી લીધી
આરોપીઓએ પોતાની ઓળખ સાયબર ક્રાઇમ મુંબઇના સબ ઇન્સપેક્ટર તથા આઇ.પી.એસ. સી.બી.આઇ. તરીકે આોળખ આપી હતી

વડોદરામાં રહેતા માતા અને પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી સતત 19 દિવસ સુધી ધમકાવીને આરોપીઓએ 1.53 કરોડની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. આરોપીઓએ પોતાની ઓળખ સાયબર ક્રાઇમ મુંબઇના સબ ઇન્સપેક્ટર તથા આઇ.પી.એસ. સી.બી.આઇ. તરીકે આોળખ આપી હતી.
વડોદરામાં રહેતા દેવેન્દ્રભાઇએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારી માતા સાથે રહું છું. મારી માતાના અલગ -અલગ પાંચ બેન્ક એકાઉન્ટ છે. ગત 31મી જુલાઇએ સવારે એક અજાણ્યા વ્યક્તિએ મારી માતાને કોલ કરી ક્રેડિટ કાર્ડથી વાત શરૂ કરી હતી. ત્યારબાદ મારી મમ્મીએ મને ફોન આપી દીધો હતો. મેં એવો જવાબ આપ્યો કે,અમારા પિતાના નામે કોઇ ક્રેડિટ કાર્ડ નથી. મેં મારો મોબાઇલ નંબર તેને આપ્યો હતો. થોડા સમય પછી મારા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં સબ ઇન્સપેક્ટર મુંબઇ પોલીસ તરીકેનો ઉલ્લેખ હતો. ત્યારબાદ અમને પોલીસ યુનિફોર્મમાં વીડિયો કોલ આવ્યો હતો.
કોલ કરનારે સુનિલકુમાર સાયબર ક્રાઇમ મુંબઇ પોલીસ હોવાનું જણાવી મારા પિતાના આધાર કાર્ડનો નંબર માગતા મેં નંબર આપ્યો હતો. ત્યારબાદ મારા આધાર કાર્ડનો નંબર માગતા મેં આપતા તેમણે ચેક કરવાનો ડોળ કરીને કહ્યું કે, તમારી વિરદ્ધ મનિ લોન્ડરિંગનો કેસ છે. તમે સામેથી ઇન્કવાયરી કરવા માગતા હોય તો તમારી ઇન્કવાયરી ચાલુ કરીએ.
તા.3થી 12મી ઓગસ્ટની વચ્ચે રોજ તેઓનો મેસેજ આવ્યો હતો કે, તમે વીડિયો કોલ ચાલુ કરો. તેમના કહેવા મુજબ મે મારા અને મારી માતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ 1.53 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાન મારા પિતાના મિત્ર મહેતા અંકલ મળ્યા હતા. તેઓને સઘળી હકીકત જણાવતા તેઓએ આ સાયબર ફ્રોડ હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, આરોપીએ વોટ્સએપ પર સી.બી.આઇ.ના લેટરપેડ તથા સાઇન થયેલા લેટર મોકલી જણાવ્યું હતું કે, તમે શંકાસ્પદ વ્યક્તિ છો. તમારા બેન્ક એકાઉન્ટ અને તમામ એસેટની તપાસ કરવામાં આવશે. તમને એરેસ્ટ કરવા પડશે. પરંતુ, તમે સામેથી ઇન્કવાયરી માંગેલી અને તમારી ઇજ્જત સચવાઇ જાય એટલે તમારી ઓનલાઇન ઇન્કવાયરી ચાલુ કરીએ છે. તેમની વાતોમાં આવીને મેં તમામ બેન્ક એકાઉન્ટ, એફ.ડી., મ્યુચલ ફંડ, મકાન અને ફ્લેટની માહિતી આપી હતી.
પોલીસ સમક્ષ ફરિયાદીએ રજૂઆત કરી હતી કે, આરોપીએ એવી સૂચના આપી હતી કે,હવે વીડિયો કોલ કટ કરવાનો નથી. તમારે કામ હોય અને ઘરની બહાર જવું હોય તો જતી અને આવતી વખતે જાણ કરવાની રહેશે. વીડિયો કોલ કટ થાય તો તમારે સામેથી ફોન કરવાનો રહેશે. તમને આવતા તમામ મોબાઇલ નંબરની ડિટેલ આપવાની રહેશે. 1લી અને 2જી તારીખે પણ કોલ ચાલુ રહ્યો હતો. સવારે ગુડ મોર્નિંગ અને રાત્રે ગુડ નાઇટનો મેસેજ કર્યો છે. મને આવતા તમામ નંબરની વિગતો આપવાની રહેતી હતી.
દોઢ કરોડ ગુમાવનાર ફરિયાદીએ પોલીસને જણાવ્યા મુજબ, 14મી તારીખે આરોપીના કહેવાથી હું અને મારી માતા બેન્કમાં હોમ લોન કરાવવા ગયા હતા. પરંતુ, મારી મમ્મીની ઉંમરના કારણે લોન મળી નહતી, એટલે તેઓએ કહ્યું કે, તમે 30 લાખનું સેટલ કરી દો. બાકીની રકમ સી.બી.આઇ.ને સરકારે ફાળવેલી ગ્રાંટમાંથી આપીશું. ત્યારબાદ 15મી ઓગસ્ટ અને પછી રવિવાર આવતા બે દિવસની રજા હતી. 13થી 18 તારીખ સુધી પણ આખો દિવસ વીડિયો કોલ ચાલુ રહ્યો હતો.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
