તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
મહિસાગરમાં નવજાતને જંગલમાં ત્યજી દેવાના કેસમાં માતા ઝડપાઈ
મહિલાએ રાજસ્થાનના ડુંગરપુરમાં બાળકને જન્મ આપ્યો હતો :મહિલાએ જ નવજાતને જંગલમાં ત્યજી દીધો હોવાની કબૂલાત કરી

મહિસાગર જિલ્લામાં 6 દિવસના નવજાત બાળકને જંગલમાં ત્યજી દેવાના ચકચારી કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં બાળકની માતાને શોધી કાઢી છે. તપાસ દરમિયાન મહિલાએ જ નવજાતને જંગલમાં ત્યજી દીધો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ રાજસ્થાનના ડુંગરપુરમાં બાળકને જન્મ આપ્યો હતો. વિવિધ ટીમોની સઘન તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે નવજાતની માતા સુધી પહોંચી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
