<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

વાપીમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

જીઆઇડીસી ફેઝ-3 અને 40 શેડ વિસ્તારમાં પાણી ભરાયા : ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય રીતે સાફ ન થતાં અનેક કંપનીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ખાસ કરીને વાપીમાં માત્ર બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડતાં વાપી નોટિફાઇડ વિસ્તાર અને જીઆઇડીસીની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. જીઆઇડીસી ફેઝ-3 અને 40 શેડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય રીતે સાફ ન થતાં અનેક કંપનીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. બંને અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા અને કેટલાક વાહનો બંધ પડી ગયા હતા. ઉમરગામ, કપરાડા, વલસાડ અને ધરમપુરમાં એક-એક ઇંચ જ્યારે પારડી અને વાપીમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

(12:42 AM IST)