News of Saturday, 6th June 2026
વિદેશ પ્રવાસ બૂક કરતી કંપનીઓના બૂકિંગમાં ૫૦ ટકાથી વધુનું ગાબડું
અમેરિકા ઈરાનના યુદ્ધ પહેલા દુબઈ કે અખાતના દેશોના પ્રવાસ બૂક કરાવનાર પ્રવાસીઓને પૈસા આપવામાં કંપનીઓના ધાંધિયા

અમદાવાદ,તા.૬: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને પરિણામે કૂડનો સપ્લાય ખોરવાઈ જતાં અને આયાત મોંઘી થઈ જતાં વિદેશી હૂંડિયામણ બચાવવા માટે લોકોને વિદેશ પ્રવાસથી થોડા સમય માટે દૂર રહેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આવાહનને પરિણામે ટ્રાવેલિગના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના ધંધા ધીમે ધીમે મંદ પડીને બંધ થવા આવ્યા છે. બીજીતરફ અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધ પહેલા અખાતના દેશો માટે પ્રવાસ બુક કરનારાઓએ પ્રવાસ માટે પૈસા ચૂકવનારાઓને પૈસા આપવામાં ધાંધિયા કરવા માંડ્યા છે.
ટ્રાવેલિગ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે પ્રધાનમંત્રીની હાકલ પછી કોર્પોરેટ કંપનીઓએ તેમના વિદેશ ટ્ટ પ્રવાસો લગભગ સ્થગિત કરી દીધા છે. પરિણામે ટ્રાવેલિગના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના ૫૦થી ૬૦ ટકા બિઝનેસ ઓછા થઈ ગયા છે. પરિણામે તેમની હાલત કોરોના કાળ કરતાંય બદતર થઈ ગઈ હોવાનું જણાવતા જાણકારો કહે છે કે કોરોના કાળ વખતે તમણે સ્ટાફને અડધો પગાર આપવાનો આવતો હતો. ધંધો નહોતો તેથી પગાર ખર્ચનો બોજ ૫૦ ટકા ઓછો થઈ ગયો હતો. તેથી તે દિવસે જમતેમ નીકળી ગયા હતા.
પરંતુ અત્યારે ધંધા મંદ પડીને બંધ થઈ રહ્યા હોવા છતાંય પગાર ખર્ચનું ભારણ ઓછું થતું જ નથી. પરિણામે ટ્રાવેલ કંપનીઓની આવક ઘટી રહી છે અને પગાર ખર્ચ જેમનો તેમ જ રહ્યો છે. તેથી તેમની હાલત કફોડી થઈ રહી ૭.
સામાન્ય રીતે ભારતમા ઊનાળા દરમિયાન ગોવા, કેરળ, કન્યાકુમારી, ગૌહાટી-આસામ, લેહલડાખ, કાશ્મીરના કે હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં પ્રવાસમાં જવાની લોકો પસંદ કરે છે. પરંતુ ક્રૂડના ભાવ વધી ગયા હોવાથી ઘણી બધી એરલાઈન્સે તેમના ભાડાં વધારી દીધા છે. નોર્મલ ટાઈમમાં ગોવાનું ભાડું રુ. ૪૦૦૦થી રુ.૫૦૦૦નું રહેતું હતું. પરંતુ અત્યારે ક્રૂડના ભાવની વધઘટ અને સપ્લાયની અનિヘતિતાને કારણે ગોવાની ટિકીટના ભાવ રૂ.૩૦૦૦૦ની આસપાસના થઈ ગયા છે. ચાર જણનો પરિવાર આ ભાડામાં ભારતમાં પ્રવાસ કરે તો તેમને વિદેશ પ્રવાસ કરતાંય સ્થાનિક પ્રવાસ મોંઘો પડી રહ્યો છે. આમ સ્થાનિક સ્તરે વિમાન ભાડાં વધી જવાથી પ્રવાસ બુકિગ થતાં નથી.
ઊનાળાના ધસારાને કારણે રેલવે ટિકીટના બુકિગ મળવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાથી રેલવેથી પણ પ્રવાસ કરી શકતો ન હોવાથી ભારતના પર્યટન સ્થળે જનારાઓની સંખ્યા ૫૦ ટકા ઘટી ગઈ છે
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
