<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 3000થી વધુ કર્મચારીઓ તૈયાર

150 સંવેદનશીલ બુથ : રાજપીપળા કન્યાશાળાના બે બુથ રાજપૂતની વાડીમાં ટ્રાન્સફર કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે તંત્ર પણ સજ્જ બન્યું છે..જિલ્લા પંચાયતની 22 બેઠકો અને 6 તાલુકાની 102 બેઠકો માટે 607 બુથો ફાળવવામાં આવ્યા છે. જેમાં સંવેદનસીલ 150  જેટલા બુથ છે. પ્રીસિડિંગ,આસી પ્રોસેસિંગ, પોલિંગ , મહિલા પોલિંગ મળી કુલ 3000થી વધુ  કર્મચારીને તાલીમ આપવામાં આવી છે.

   નાંદોદ તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી પરસનજીત કૌરની અધ્યક્ષતામાં 140 જેટલા કર્મચારીઓને ઇવીએમ મશીન સાથે જરૂરી કામગીરીની માહિતી આપવામાં આવી હતી જેમની સાથે નાયબ મામલતદાર જયેશભાઈ અને સૌરભભાઈ હાજર રહ્યા હતા. ગરુડેશ્વર સ્કૂલના આચાર્ય અક્ષય સહુ દ્વારા ઈવીએમને લગતી માહિતી  આપવામાં આવી હતી.
   રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં 28 બેઠકો માટે 29 બુથ રાખવામાં આવ્યા છે. જેમાં કન્યાશાળાનું બાંધકામ ચાલતું હોય એ માટે  કન્યાશાળા બે બુથો રાજપૂત સમાજની વાડીમાં બે બુથ રાખવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી પરસનજીત કૌર દ્વારા રાજપીપળા શહેર વિસ્તામાં નિષ્પક્ષ અને શાંતિ પૂર્ણ મતદાન થાય એ માટે મતદારોને પાર્ટીના આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી.

(10:02 PM IST)