<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

બાવળામાં પોલિયો રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે 27 હજારથી વધુ માસુમ બાળકોને પીવડાવાયા ટીપાં

કુલ ૧૦૯ પોલિયો બૂથ તૈયાર કરવામાં આવ્યા જેમાં 478 જેટલા ઉત્સાહી આરોગ્ય કર્મચારીઓએ પોતાની સેવા આપી

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના બાવળા શહેર અને તાલુકામાં આજે પોલિયો રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન માટે સમગ્ર પંથકમાં કુલ ૧૦૯ પોલિયો બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં 478 જેટલા ઉત્સાહી આરોગ્ય કર્મચારીઓએ પોતાની સેવા આપી હતી. બાવળામાં કુલ નોંધાયેલા 32,351 બાળકોના લક્ષ્યાંક સામે આજે પ્રથમ દિવસે જ 27,645 બાળકોને બૂથ પર લાવીને પોલિયોનો ડોઝ આપવામાં આવ્યો હતો. જે બાળકો આજે કોઈ કારણસર રસીકરણથી વંચિત રહી ગયા છે, તેમને આગામી બે દિવસ સુધી આરોગ્યની ટીમો દ્વારા રૂબરૂ સ્થળ પર જઈને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.

(6:03 PM IST)