<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

RRU ખાતે 250થી વધુ વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ અને સ્ટાફને CPR તથા બેઝિક લાઈફ સપોર્ટની તાલીમ

તાલીમ સત્રમાં 250થી વધુ RRU વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ અને સ્ટાફ ઉત્સાહપૂર્વક ભાગ લીધો: CPR અને Basic Life Supportની પ્રક્રિયા, કટોકટીની સ્થિતિમાં પ્રાથમિક પ્રતિસાદ તથા સમયસર CPR આપવાના મહત્વ અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ અપાઈ

ગાંધીનગર:રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે આજે ‘બિલિયન હાર્ટ્સ બીટિંગ (એપોલો) ફાઉન્ડેશન’ અને વિશ્વ યુવક કેન્દ્ર, નવી દિલ્હીના સહયોગથી CPR (Cardiopulmonary Resuscitation) અને Basic Life Support (BLS) અંગે જાગૃતિ અને તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ અને સ્ટાફમાં હૃદયરોગની કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા, CPRના મહત્વ અંગે જાગૃતિ કેળવવા તથા જીવન બચાવવાની મૂળભૂત કૌશલ્યોનું પ્રાયોગિક જ્ઞાન વિકસાવવાનો હતો.

આ તાલીમ સત્રમાં 250થી વધુ RRU વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ અને સ્ટાફ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન CPR અને Basic Life Supportની પ્રક્રિયા, કટોકટીની સ્થિતિમાં પ્રાથમિક પ્રતિસાદ તથા સમયસર CPR આપવાના મહત્વ અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં બિલિયન હાર્ટ્સ બીટિંગ (એપોલો) ફાઉન્ડેશન તરફથી હિરેન વાઢિયા, CSR Executive અને ડૉ. નિધિશ રાળોલિયા ઉપસ્થિત રહ્યા હતા. RRU તરફથી પ્રોફેસર (ડૉ.) પ્રિયંકા શર્મા, ડિન, EDLD; ભવાનીસિંહ રાઠોડ, CTO, NCC; કશ્યપ પરમાર, વહીવટી અધિકારી, EDLD; અને ઉઝૈર ઈશાક, ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર, SNPMMBએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

RRU ખાતે આવા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવાનો હેતુ વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ અને સ્ટાફમાં CPR સહિતના જીવનરક્ષક કૌશલ્યો અંગે જાગૃતિ અને વ્યવહારુ તાલીમ વિકસાવી, તેમને કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપી જીવન બચાવવામાં સક્ષમ બનાવવાનો છે. આ પહેલ દ્વારા સમાજમાં “દરેક વ્યક્તિ CPR જાણે અને જરૂરિયાતના સમયે જીવન બચાવવામાં સક્ષમ બને” તેવા હેતુને પ્રોત્સાહન મળે છે.

(6:29 PM IST)