તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Sunday, 4th October 2026
સાબરકાંઠાના પોશીના વિસ્તારમાંથી વધુ એક ગાંજાનું વાવેતર ઝડપાયું
હવે પોશીનાના કાલીકાંકરથી ગાંજાના છોડ વાવેતર કરેલા ઝડપાયા: પોશીના પોલીસે 322 જેટલા ગાંજાના છોડ ત્રણ ખેતરમાં વાવેતર કરેલ ઝડપ્યા: ત્રણ દિવસમાં ચાર કરોડ 13 લાખના ગાંજાના વાવેતરને ઝડપ્યું

સાબરકાંઠાના પોશીનામાં ગાંજાના વાવેતર કરવાના ત્રણ દિવસમાં ત્રણ કેસ સામે આવ્યા છે. પોશીના વિસ્તારમાંથી વધુ એક ગાંજાનું વાવેતર ઝડપાયું છે, પહેલા પોશીનાના કોટડી ગઢીમાંથી ગાંજાના 967 જેટલા છોડ ખેતરમાં વાવેતર કરેલા ઝડપાયા હતા, પછી પોશીનાના આંજણી ગામેથી એસઓજીએ 666 છોડ ખેતરમાં વાવેતર ઝડપ્યું હતું બાદમાં હવે પોશીનાના કાલીકાંકરથી ગાંજાના છોડ વાવેતર કરેલા ઝડપાયા છે પોશીના પોલીસે 322 જેટલા ગાંજાના છોડ ત્રણ ખેતરમાં વાવેતર કરેલ ઝડપ્યા હતા ત્રણ દિવસમાં ચાર કરોડ 13 લાખના ગાંજાના વાવેતરને ઝડપ્યું છે. આઠસો કિલોથી વધુ વજનના ગાંજાના છોડનો જથ્થો ઝડપાયો છે ગાંજાના વજનદાર છોડ તૈયાર થયા ત્યાં સુધી ગંધ સુદ્ધા ના આવી. પોશીના તાલુકામાં માદક પદાર્થોની મોટાપાયે ખેતી વિસ્તરવા લાગી છે હાલમાં તો ત્રણેય મામલામાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે .કાલીકાંકરમાં ગાંજો વાવેતર કરનાર ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે, ત્રણ અલગ અલગ ખેતરોમાં ગાંજો વાવેતર કર્યો હતો
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
