તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
મોરબી જિલ્લો હવે નવી વ્યવસ્થા મુજબ બોર્ડર રેન્જમાં સામેલરાજ્યના પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરાયો
બોર્ડર રેન્જમાં પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ સમાવિષ્ટ જિલ્લા હતા મોરબી જિલ્લો કચ્છને અડીને આવેલ હોવાથી મોરબી જિલ્લાનો સમાવેશ

અમદાવાદ :રાજ્યના પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજકોટ રેન્જ હેઠળ આવતો મોરબી જિલ્લો હવે નવી વ્યવસ્થા મુજબ બોર્ડર રેન્જમાં સામેલ કરવામાં આવ્યો છે.
નવી રચના અનુસાર બોર્ડર રેન્જમાં પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ સમાવિષ્ટ જિલ્લા હતા મોરબી જિલ્લો કચ્છને અડીને આવેલ હોવાથી મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેના કારણે સરહદી અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વ ધરાવતા વિસ્તારોનું સંકલિત પોલીસ સંચાલન શક્ય બનશે.
બીજી તરફ રાજકોટ જિલ્લો (ગ્રામ્ય), જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ રેન્જ હેઠળ યથાવત રાખવામાં આવ્યા છે.રાજ્ય સરકારે નવી બનાસકાંઠા રેન્જની પણ રચના કરી છે. આ નવી રેન્જમાં બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો તેમજ વાવ અને થરાદ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી બનેલી બનાસકાંઠા રેન્જનું મુખ્ય મથક પાલનપુર ખાતે રહેશે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
