<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

લખનૌના કોચિંગ ક્‍લાસ અને કેન્‍યાની દુર્ઘટનાના મૃતક નિર્દોષોને પૂ.મોરારીબાપુની શ્રદ્ધાંજલિઃ પરિવારજનોને રૂ.૫.૭૦ લાખની સહાય અર્પણ

હનુમાનજીની સાંત્‍વના રૂપે દિવંગતોના પરિવાર દીઠ રૂ. ૧૫,૦૦૦ લેખે સહાય, લખનૌના પીડિતો માટે મુખ્‍યમંત્રી રાહત ફંડમાં અને કેન્‍યાના પીડિતો માટે સ્‍થાનિક ચલણમાં રાશિ પહોંચાડાઈઃ નિર્વાણ માટે પ્રાર્થના

રાજકોટ, તા.૨૫: ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક કોચિંગ ક્‍લાસમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટનામાં ૧૫ વિદ્યાર્થીઓના અકાળે અવસાન થયાના હૃદયદ્રાવક સમાચાર પ્રાપ્ત થતાં પૂજ્‍ય બાપુ અત્‍યંત વ્‍યથિત થયા હતા. આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ પૂ. મોરારીબાપુએ તમામ દિવંગત વિદ્યાર્થીઓના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. હનુમાનજીની સાંત્‍વનારૂપે પૂ. બાપુએ પ્રત્‍યેક દિવંગતના પરિવારજનોને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ મળીને રૂ. ૨,૨૫,૦૦૦ની સહાય રાશિ અર્પણ કરી છે. આ સહાય રાશિ રામકથાના શ્રોતા દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

આ સાથે જ આફ્રિકાના પヘુિમ કેન્‍યાના પોકોટ વિસ્‍તારમાં ખાણ દુર્ઘટનામાં ૧૯ લોકો અને કાજીઆડો પ્રાંતમાં મકાન ધરાશયી થતાં ૪ લોકોના મળત્‍યુના સમાચારથી પૂજ્‍ય બાપુને ઊંડો આઘાત લાગ્‍યો હતો. આ દુર્ઘટનાઓમાં મળત્‍યુ પામેલા કુલ ૨૩ લોકોના પરિવારજનોને પણ પૂ. બાપુએ રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૩,૪૫,૦૦૦ની સહાય રાશિ અર્પણ કરી છે. આ સહાય રાશિ રામકથાના નૈરોબી સ્‍થિત શ્રોતા દ્વારા સ્‍થાનિક ચલણમાં પીડિત પરિવારો સુધી પહોંચાડી દેવામાં આવી છે.

પૂ.મોરારીબાપુએ તમામ દિવંગત આત્‍માઓના સદ્ગતિ અને નિર્વાણ માટે પ્રાર્થના કરીને તેમના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં દિલસોજી પાઠવી છે. તેમ જયદેવભાઈ માંકડ  (તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(2:15 PM IST)