<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

છેલ્લા બે અઠવાડિયાથી અટકેલું ચોમાસું હવે આગળ વધ્યું : દક્ષિણ ગુજરાત નજીક પહોંચ્યું

આગામી 24થી 48 કલાકની વચ્ચે મેઘરાજા વિધિવત ગુજરાતમાં પ્રવેશ કરી શકે: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે

અમદાવાદ :છેલ્લા બે અઠવાડિયાથી અટકેલું ચોમાસું હવે આગળ વધ્યું છે અને મુબંઇ સુધી પહોંચી ગયું છે. જે ગતિએ ચોમાસું આગળ વધ્યું તેને જોતા લાગી રહ્યું છેકે આગામી 24થી 48 કલાકની વચ્ચે મેઘરાજા વિધિવત ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. 

  હવામાન વિભાગના નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 23 જૂનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થઇ શકે છે. જેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે. વરસાદની આ પેટર્ન અનસુાર, ચોમાસું 23 જૂન 2026 એટલે કે આજે દક્ષિણ ગુજરાત નજીક પહોંચી શકે છે. જેના પગલે દક્ષિણ ગુજરાતમાં હળવોથી ધોધમાર વરસાદ થઇ શકે છે. 24 જૂન કે 25 જૂનના રોજ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ શકે છે.

(1:30 PM IST)