તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ અને ભાચર ગામના ખેતરોમાં ચોમાસાનું પાણી ઓસર્યું નથી
ખેતરોમાં ભરાયેલું પાણી એક વર્ષ બાદ પણ યથાવત હોવાના કારણે અંદાજિત 40 થી વધુ ખેડૂતોની ખેતીને મોટો ફટકો પડ્યો

વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ અને ભાચર ગામના ખેડૂતોની મુશ્કેલી હવે માત્ર પાણી ભરાવાની સમસ્યા નથી રહી પરંતુ ખેડૂતોના અસ્તિત્વનો સવાલ બની છે ગત ચોમાસામાં ખેતરોમાં ભરાયેલું પાણી એક વર્ષ બાદ પણ યથાવત હોવાના કારણે અંદાજિત 40 થી વધુ ખેડૂતોની ખેતીને મોટો ફટકો પડ્યો છે શિયાળો ગયો, ઉનાળો ગયો અને હવે ફરી ચોમાસું પણ પસાર થઈ ગયું, છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ થયો નથી ખેડૂતો કહે છે કે અમને વળતર કે મોટી સહાયની માંગ નથી, અમારા ખેતરોમાંથી પાણી દૂર કરી આપો, જેથી અમે ફરી ખેતી કરી શકીએ.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
