<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

રાજ્યમાં ચોમાસું પૂરા જોશમાં જામ્યું : આગામી બે દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજા મન મૂકીને વરસશે

અંબાલાલ પટેલ મુજબ 6 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે: રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોશમાં જામ્યું છે, ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના વરસાદને લઈને નવી આગાહી કરતા ખેડૂતો અને નાગરિકોમાં ઉત્તેજના પ્રસરી ગઈ છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યભરમાં મેઘમહેર વધુ ઘેરી બનશે.

 

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 48 કલાક અમદાવાદ અને ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારો માટે અત્યંત મહત્વના છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવી પ્રબળ શક્યતાઓ છે.

 

 

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 6 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે. રાજ્યના વિવિધ ભાગોમાં આ સમય દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  તેમજ અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ કેટલાક ભાગેમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

 

 

ચોમાસાના આ સક્રિય તબક્કાને જોતા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને ખેતીલાયક કામગીરીનું આયોજન કરવા માટે અંબાલાલ પટેલે  સૂચના આપી છે.

 

(1:12 PM IST)