<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું : સુરતમાં ધોધમાર વરસાદ : ઉધનામાં પોણા ૨,કતારગામ-અડાજણ દોઢ, વરાછા ૧ ઇંચ : સિટી લાઇટમાં સવારે પણ ભારે મેઘમહેર ચાલુ

રાતભરના વરસાદ બાદ સવારે 8 વાગ્યે પણ સચરાચર મેઘમહેર યથાવત : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના મંડાણ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૩૦ : સુરત શહેરમાં ગઈ રાત્રીથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. સવારે 8 વાગ્યે પણ શહેરમાં સચરાચર મેઘમહેર ચાલુ છે અને સિટી લાઇટ વિસ્તાર તરફ હાલ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.

     અત્યાર સુધી નોંધાયેલ વરસાદ જોઇએ તો ઉધના 40 મિમી (સૌથી વધુ),કતારગામ 30 મિમી,અડાજણ 30 મિમી,વરાછા 25 મિમી વરસાદ પડયો છે.

    રાતભર પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. વાહનચાલકોએ સાવચેતી રાખવી જરૂરી છે. IMD અને સ્કાયમેટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદ, ગાજવીજ અને 80 કિમીની ઝડપે પવનની આગાહી કરવામાં આવી છે.

 

બોટાદ, રાણપુર, રાજુલા બાદ હવે સુરતમાં પણ ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થયું છે. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ઉકળાટથી રાહત મળી છે.

 

 

(1:24 PM IST)