<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ભાદરવામાં ચોમાસાની જમાવટ : રાજ્‍યમાં સિઝનનો ૮૮ ટકા વરસાદઃ ૩૦ ડેમ ભરાયા

કચ્‍છમાં ૫૭.૧૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૦.૩૩ ટકા, પૂર્વ મધ્‍યમાં ૮૮.૫૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૭.૮૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૧૩.૫૨ ટકા વરસાદ વરસ્‍યો : સરદાર સરોવર નર્મદા ડેમ હાલ ૯૫.૮૮ ટકા ભરાયેલો છે, જ્‍યારે રાજ્‍યના અન્‍ય ૨૦૬ જળાશયોમાં ૭૦.૪૯ ટકા જળસંગ્રહ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર - અમદાવાદ તા.૧૮: ભાદરવા મહિનાની શરૂઆતથી જ રાજ્‍યમાં ચોમાસાએ જમાવટ કરી છે. દોઢ મહિનાના લાંબા વિરામ બાદ રાજ્‍યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પરિણામે રાજ્‍યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૮૮ ટકા સુધી પહોંચ્‍યો છે. આ દરમિયાન રાજ્‍યના ૩૦ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે.

સ્‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર, ગાંધીનગર મુજબ રાજ્‍યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૮૭.૬૮ ટકા પર પહોંચ્‍યો છે. જ્‍યારે છેલ્‍લા વર્ષમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્‍યો હતો. ૨૦૨૩માં ૧૦૮.૧૬ ટકા, ૨૦૨૪માં ૧૪૩.૧૪ ટકા અને ૨૦૨૫માં ૧૨૮.૫૭ ટકા વરસાદ નોંધાયો હતો. ચાલુ સિઝનમાં કચ્‍છમાં ૫૭.૧૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૦.૩૩ ટકા, પૂર્વ મધ્‍યમાં ૮૮.૫૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૭.૮૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૧૩.૫૨ ટકા વરસાદ વરસ્‍યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમ હાલ ૯૫.૮૮ ટકા ભરાયેલો છે, જ્‍યારે રાજ્‍યના અન્‍ય ૨૦૬ જળાશયોમાં ૭૦.૪૯ ટકા જળસંગ્રહ છે. રાજ્‍યમાં ૩૦ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્‍યારે ૩૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્‍ચે ભરાયેલા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્‍ચે ભરાયેલા, ૪૦ ડેમ ૨૫ થી ૨૫ ટકા વચ્‍ચે ભરાયેલા છે. જ્‍યારે ૭૩ ડેમમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ છે.

ધાતરવાડી, ધાતરવાડી-૨, સુરજવાડી, રાયડી, વાયડી, પિગુટ, ધોળી, પિગળી, રોજકી, રાજાવળ, ખારો, શેત્રુંજી, હણોલ, ખંભાળા, ઉતાવળી, કાળી-૨, ઉમરિયા, કાલાઘોડા, વણાકબોરી, મચ્‍છુ-૨, કાકડી-આંબા, ચોપડાવાવ, કેલિયા, જૂજ,લાલપરી, ન્‍યારી-૨, જવાનપુરા, લખીગામ, વાંસલ, ડોસવાડા વલસાડમાં ૧૨૩.૧૧ ટકા, ડાંગમાં ૧૧૨.૦૩ ટકા, નવસારીમાં ૧૨૮.૯૬ ટકા, સુરતમાં ૧૧૫.૫ ટકા, તાપીમાં ૯૬.૧૧ ટકા, નર્મદામાં ૯૦.૨૫ ટકા,  ખેડામાં ૧૧૪.૬૩ ટકા, આણંદમાં ૧૧૦.૨૬ ટકા, ભરૂચમાં ૧૧૪.૩ ટકા, પંચમહાલમાં ૮૯.૧૯ ટકા, અમદાવાદમાં ૮૯.૧૯ ટકા, મહીસાગરમાં ૯૨.૨૫ ટકા, જૂનાગઢમાં ૬૩.૮૮ ટકા, છોટાઉદેપુરમાં ૫૯.૯૩ ટકા, ગાંધીનગરમાં ૭૯.૬૮ ટકા, વડોદરામાં ૭૦.૩૪ ટકા, ગીર સોમનાથમાં ૫૭.૭ ટકા, સુરેન્‍દ્રનગરમાં ૯૭.૪૯ ટકા, બોટાદમાં ૯૦.૨૧ ટકા, ભાવનગરમાં ૯૦.૭૬ ટકા, મહેસાણામાં ૭૯.૯૨ ટકા, મોરબીમાં ૯૯.૪૩ ટકા, અમરેલીમાં ૮૩.૧૨ ટકા, અરવલ્‍લીમાં ૬૨.૪૭ ટકા, સાબરકાંઠામાં ૬૦.૫૨ ટકા, પાટણમાં ૮૦.૩૩ ટકા, બનાસકાંઠામાં ૬૩.૦૧ ટકા, દાહોદમાં ૬૩.૫૮ ટકા, રાજકોટમાં ૫૭.૦૨ ટકા, વાવ-થરાદમાં ૭૫.૭૯ ટકા, જામનગરમાં ૪૦.૬૪ ટકા, કચ્‍છમાં ૫૭.૧૬ ટકા, પોરબંદરમાં ૨૭.૧૬ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૧૪.૮૧ ટકા

ચોમાસાની શરૂઆતથી તા. ૦૧ જૂન, ૨૦૨૬ થી ૧૮ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ દરમિયાન રાજ્‍યમાં કુલ ૮૫,૪૫૬ નાગરિકોનું સુરક્ષિત સ્‍થળે સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે, જ્‍યારે ૯,૮૨૨ લોકોનું રેસ્‍ક્‍યૂ કરવામાં આવ્‍યું છે. જેમાં સૌથી વધુ નવસારીમાંથી ૨૯,૧૯૮, વલસાડમાંથી ૨૨,૨૧૪ અને સુરતમાંથી ૧૭,૯૯૨ નાગરિકોનું સ્‍થળાંતર કરાયું છે. આપત્તિ વ્‍યવસ્‍થાપન માટે રાજ્‍યમાં NDRFની ૧૦ ટીમો અને SDRFની ૨૮ પ્‍લાટૂન તૈનાત રાખવામાં આવી છે, જ્‍યારે ૪ NDRF અને ૫ SDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.

(3:56 PM IST)