તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
લાખણીના ચાળવા ગામે વાનરનો આતંક:ત્રણથી ચાર વાનરોના ટોળાએ એક બાળક સહિત પાંચથી વધુ લોકો પર હુમલો કર્યો
કપિરાજના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો:દિયોદર વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી:વન વિભાગે વાનરના આતંકને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી

વાવ-થરાદઃ લાખણીના ચાળવા ગામે વાનરનો આતંક સામે આવ્યો છે. ત્રણથી ચાર વાનરોના ટોળાએ એક બાળક સહિત પાંચથી વધુ લોકો પર હુમલો કર્યો છે. વાનરોના હુમલાને પગલે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કપિરાજના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં દિયોદર વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી હતી. વન વિભાગે વાનરના આતંકને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી છે. આ સાથે જ વાનરને પકડવા માટે ગામમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા વાનરને પકડવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
