તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 11th October 2026
વડોદરામાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો ગુજસીટોકના આરોપી મોહસીન મીંડી 11 કલાક બાદ ઝડપાયો
સયાજી હોસ્પિટલમાં રીઢા ગુનેગાર મોહસીને બાથરૂમ જવાના બહાનું કર્યુ અને પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો: મિત્ર સાથે નશો કરવા જતા સિગ્નલ ફળિયા વિસ્તારમાંથી મોહસની મીંડીની ધરપકડ કરાઇ

વડોદરામાં પોલીસે ગુજસીટોકના આરોપી મોહસીન મીંડીની ધરપકડ કરી હતી..જેને લઇને પોલીસ કર્મચારીઓ સયાજી હોસ્પિટલ ગયા હતા.. જો કે હોસ્પિટલમાં રીઢા ગુનેગાર મોહસીને બાથરૂમ જવાના બહાનું કર્યુ હતું..અને પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો…જેને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. ફરાર આરોપીને પકડી પાડવા પોલીસે તપાસ શરૂ કરી હતી તો આરોપી ફરાર થતાં સુરક્ષામાં રહેલા ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તેમના વિરૂદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરી છે.
આખરે 11 કલાકની જહેમત પછી જાપ્તામાંથી ફરાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી. રેલવે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અન ગોધરા પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને આરોપીને ગોધરાથી પકડી પાડ્યો છે. પોતાના મિત્ર સાથે નશો કરવા જતા સમયે સિગ્નલ ફળિયા વિસ્તારમાંથી મોહસની મીંડીની ધરપકડ કરાઇ છે. મહત્વનું છે તપાસ કરતા આરોપી સામે રાયોટિંગ, હત્યાના પ્રયાસ સહિતના 10 ગુના દાખલ હોવાનું પણ સામે આવ્યું છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
