<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

મોડાસા પોલીસ સફળતા : કારની તલાસી લેતા ૧ પિસ્તોલ, ૨ મેગેઝિન અને ૨૪ જીવતા કારતૂસનો મોટો જથ્થો મળ્યો

અમદાવાદ -ઉદેપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ગેરકાયદેસર હથિયારો સાથે એક આરોપી ઝડપાયો જયારે સાગરીત ફરાર

અમદાવાદમાં યોજાનારી રથયાત્રાને પગલે પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન અરવલ્લીમાં મોટી સફળતા મળી છે, જેમાં અમદાવાદ-ઉદેપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી એક ઈસમને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. મોડાસા પોલીસે શંકાસ્પદ ક્રેટા કારને અટકાવી તલાશી લેતા તેમાંથી ૧ પિસ્તોલ, ૨ મેગેઝિન અને ૨૪ જીવતા કારતૂસનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે ઘટનાસ્થળેથી જ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક સાગરીત હાલ ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:22 PM IST)