<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

બનાસકાંઠા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ફરિયાદ નોંધાવવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સેક્ટર-21 પોલીસ સ્ટેશન પહોંચ્યા

જીગ્નેશ મેવાણી સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો પણ હાજર રહ્યા

ગાંધીનગરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના નેતા અમિત ચાવડા સેક્ટર-21 પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બનાસકાંઠા ભાજપ પ્રભારી ધવલ દવે દ્વારા મેવાણીના માતા અને બહેન અંગે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને ફરિયાદ નોંધાવવા બંને નેતાઓ પહોંચ્યા હતા. ભાજપ પ્રભારી ધવલ દવે સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમની સાથે અમિત ચાવડા, જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. જીગ્નેશ મેવાણીનો આક્ષેપ છે કે ભાજપના નેતાએ જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈ અભદ્ર ઉચ્ચારણો કર્યા છે. દરમિયાન કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં સાથે લઈ જવા મુદ્દે પોલીસ સાથે રકઝક પણ થઈ હતી. ઘટનાને પગલે પોલીસ સ્ટેશન બહાર રાજકીય માહોલ ગરમાયો હતો.

(7:27 PM IST)