<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

નર્મદા જિલ્લામાં ભારે વરસાદમાં થયેલ નુકશાન બાબતે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે અનેક ગામોની મુલાકાત લીધી

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે મુલાકાત દરમિયાન કેટલું નુકશાન છે અને શું શું પાણીમાં તણાઈ ગયું તે બાબતની નોંધ લીધી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી અને અનેક ગામોમાં પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી તણાઈ ગઈ હતી જેમા નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ગરુડેશ્વર તાલુકામાં નુકશાનનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા, ગરુડેશ્વર તાલુકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે રોડ રસ્તા પણ ધોવાયા છે, ધારાસભ્ય એ સ્થળ મુલાકાત કરી અને ત્યાંના લોકોની ઘરની પણ મુલાકાત કરી હતી. ધારાસભ્ય એ ત્યાંના લોકોને સાંત્વના પણ આપી હતી.
   ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામે ખાડીમાં પાણી આવવાના કારણે આજુબાજુના ઘરોમાં પાણી ભરાઈ જતાં અનેક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરવખરી તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓને થયેલા નુકસાનને લઈને અસરગ્રસ્ત વિસ્તારની ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું, અસરગ્રસ્ત પરિવારોને જરૂરી મદદરૂપ સહાય પૂરી પાડી તથા તાત્કાલિક સહાય આપવા તંત્રને સૂચના આપી હતી.આમ ધારાસભ્ય જરૂરિયાતમંદો ની વ્હારે ઊભા રહ્યા હતા

(9:39 PM IST)