તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ખોપી ગામના આદિજાતિ ખેડૂતોના વન ખેડાણ જમીનના પ્રશ્ને ધારાસભ્ય ચૈતર વસાવાની રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત
રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી ખોપી ગામના આદિજાતિ ખેડૂતોને રાહત અપાવે તેવી લેખિત અને મૌખિક રજૂઆત કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના આદિજાતિ ખેડૂતોને વન ખેડાણવાળી જમીન બાબતે વન વિભાગ દ્વારા થતી હેરાનગતિ અટકાવવા દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને રૂબરૂ મળી ખોપી ગામના આદિજાતિ ખેડૂતોની વન ખેડાણવાળી જમીન સંબંધિત સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ આ પ્રશ્ને રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી ખોપી ગામના આદિજાતિ ખેડૂતોને રાહત અપાવે તેવી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
