<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ગાંધીનગર-કલોલ હાઈવે નજીકના રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભળવાની સમસ્યાથી ભારે આક્રોશ

સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા અને ગટર લાઇનનું સમારકામ કરવાની ઉગ્ર માંગ

ગાંધીનગર-કલોલ હાઈવે નજીકના રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભળવાની ગંભીર ફરિયાદ ઉઠી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરી દૂષિત પાણીની સમસ્યા અંગે તાકીદે ઉકેલ લાવવા જાણ કરવામાં આવી છે. બીજી તરફ, આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાંથી પીવાના પાણીના જે નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા હતા તે ટેસ્ટિંગમાં પણ ફેલ સાબિત થતાં લોકોની ચિંતા બમણી થઈ ગઈ છે. દૂષિત પાણીના કારણે ગમે ત્યારે કલોલ હાઈવેના આ સોસાયટી વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હોવાથી સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા અને ગટર લાઇનનું સમારકામ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

(6:19 PM IST)