તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
અમદાવાદમાં 'નો UPI ડે'ને મિશ્ર પ્રતિસાદ: કાળી પટ્ટી બાંધી વિરોધ કરાયો
જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં સમગ્ર અમદાવાદ બંધનું એલાન આપવામાં આવશે.

અમદાવાદ શહેરમાં આ દેશવ્યાપી આંદોલનની મિશ્ર અસર જોવા મળી હતી. ખાસ કરીને શહેરના ઐતિહાસિક અને અતિ વ્યસ્ત એવા રિલીફ રોડ, ગાંધી રોડ ,માણેકચોક અને નવરંગપુરા જેવા કોમર્શિયલ વિસ્તારોમાં વેપારીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધીને ધંધો-રોજગાર કર્યો હતો.
રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના અગ્રણીઓએ ખુલ્લી ચીમકી આપી હતી કે વેપારીઓ પહેલેથી જ ઇન્કમટેક્સ, જીએસટી( GST) અને પ્રોફેશનલ ટેક્સ જેવા ભારણ હેઠળ દબાયેલા છે. આવા સમયે દરેક ડિજિટલ વ્યવહાર પર વધારાનો MDR થોપવો અન્યાયી છે. અમદાવાદના કેટલાક મોટા સુપરમાર્કેટ અને રિટેલ ચેઈન સ્ટોર્સમાં સાઉન્ડ બોક્સ અને QR કોડ કાર્યરત રહ્યા હતા, જેના કારણે સામાન્ય ગ્રાહકોને આંશિક રાહત મળી હતી. જોકે, સ્થાનિક રિટેલર્સ એસોસિએશને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં સમગ્ર અમદાવાદ બંધનું એલાન આપવામાં આવશે.
(1:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
