તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
શિક્ષણના ધામના સાધનનો દુરુપયોગ: સુરતમાં સ્કૂલ બેગમાં ગાંજાની હેરાફેરી કરતો યુવક ₹3 લાખના જથ્થા સાથે ઝડપાયો, 2 આરોપી વોન્ટેડ
ઉધના પોલીસની સફળ કાર્યવાહી: મોહન ઉર્ફે ચીકુ નામના યુવકની સ્કૂલ બેગમાંથી વિપુલ પ્રમાણમાં ગાંજો મળ્યો, નશાના નેટવર્કને તોડવા પોલીસની કવાયત

સુરત : શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી માટે તસ્કરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે, ત્યારે સુરતની ઉધના પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જે સ્કૂલ બેગનો ઉપયોગ કરે છે, તે જ બેગનો ઉપયોગ ગાંજાની છૂપી હેરાફેરી માટે કરી રહેલા મોહન ઉર્ફે ચીકુ નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા આ યુવકની રોકીને તલાશી લેવામાં આવતા તેની સ્કૂલ બેગમાંથી આશરે ₹3 લાખની કિંમતનો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તુરંત જ ગાંજાનો સમગ્ર જથ્થો જપ્ત કરી યુવકની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ નશાકારક પદાર્થ સપ્લાય કરવા અને મંગાવવા પાછળ અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી છે, જેને પગલે પોલીસે બે અન્ય આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કર્યા છે. ઉધના પોલીસે આ મામલે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને પહોંચાડવાનો હતો તે દિશામાં ઘેરી તપાસ હાથ ધરી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
