<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

પાટણમાં ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલ અરજદાર સાથે ગેરવર્તણૂક: પાલિકાના ચીફ ઓફિસર સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર

અરજદાર જ્યારે ભૂગર્ભ ગટર અંગેની રજૂઆત દરમિયાન વીડિયો ઉતારી રહ્યા હતા ત્યારે ચીફ ઓફિસરે ઝપાઝપી કરી અને તેમનો મોબાઈલ ફોન આંચકીને તોડી નાખ્યો

પાટણમાં ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચેલા એક અરજદાર સાથે ગેરવર્તણૂક કરવા મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ છે.અરજદાર જ્યારે ભૂગર્ભ ગટર અંગેની પોતાની રજૂઆત દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતા ત્યારે ચીફ ઓફિસરે તેમની સાથે ઝપાઝપી કરી હતી અને તેમનો મોબાઈલ ફોન આંચકીને તોડી નાખ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પીડિત અરજદારની રજૂઆતના આધારે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ચીફ ઓફિસર હિરલ ઠાકર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(7:56 PM IST)